29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસાના શાસ્ત્રી મેદાનના ખુલ્લા કુવામાં યુવક ખાબકતા ફાયર બ્રિગેડે દીલધડક...

અરવલ્લી : મોડાસાના શાસ્ત્રી મેદાનના ખુલ્લા કુવામાં યુવક ખાબકતા ફાયર બ્રિગેડે દીલધડક રેસ્ક્યુ કર્યું

0
165

મોડાસા શહેરના માલપુર રોડ પર રેલવે સ્ટેશન નજીક આવેલા શાસ્ત્રી મેદાનના નજીક આવેલ કુવામાં મેદાનમાંથી પસાર થતો રાહદારી યુવક અગમ્ય કારણોસર કુવામાં ખાબકતાં ભારે હો…હા મચી હતી યુવક કુવામાં પડતા નજીકમાં ક્રિકેટ રમતા યુવકો અને લોકો દોડી આવ્યા હતા મોડાસા નગર પાલીકા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી યુવકનું રેસ્ક્યુ કરી બચાવી લીધો હતો.

મોડાસાના માલપુર રોડ પર શાસ્ત્રી મેદાન ક્રિકેટ પ્રેમીઓમાં ખુબ જાણીતું છે રવિવારે અને રજાના દિવસે મોટી સંખ્યામાં ક્રિકેટરો ક્રિકેટ રમવા મેદાનમાં આવે છે મેદાન નજીક અવાવરું કૂવો ખુલ્લો મૂકી દીધો છે કૂવાની આજુબાજુ પ્રોટેક્શન વોલ ન હોવાથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી હતી ત્યારે સોમવારે સવારે શાસ્ત્રી મેદાન નજીકથી પસાર થતો યુવક અવાવરું કુવામાં અગમ્ય કારણોસર ખાબકતા બુમાબુમ કરી મૂકી હતી યુવક કુવામાં પડતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી યુવકનું રેસ્કયુ કરી બચાવી લીધો હતો સદનસીબે યુવકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી યુવકનો બચાવ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!