26.4 C
Gujarat
Wednesday, September 16, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મોડાસાની સહારા સોસાયટીમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં વધુ બે આરોપીઓને LCBએ...

અરવલ્લી : મોડાસાની સહારા સોસાયટીમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં વધુ બે આરોપીઓને LCBએ ઝડપી લીધા

0

 

અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે મોડાસા શહેરની સહારા સોસાયટીમાં બે બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરનાર આરોપીને દબોચી લઇ આગવી ઢબે પૂછપરછ કરતા ચોરીના ગુન્હામાં સંડોવાયેલ બે આરોપીના નામ બહાર આવતા એલસીબી પોલીસે સહારા સોસાયટીમાં રહેતા એક યુવક અને સગીરને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી સહારા સોસાયટીમાં ઘરફોડ ચોરીમાં ચાર આરોપીમાંથી બે આરોપી સગીર હોવાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે

અરવલ્લી એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે રેલવે ફાટક નજીક જંગલ વિસ્તારમાંથી 1.72 લાખથી વધુના મુદ્દામાલ સાથે જાહિનુદ્દીન સિકંન્દર પટેલ અને સગીરને ઝડપી લીધા પછી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ વધુ બે આરોપીના નામ બહાર આવતા પોલીસે બાતમીના આધારે સહારા સોસાયટીમાં રહેતા શાહરૂખ ગુલામનબી મકરાણી અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી પાડી ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપનાર વધુ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!