32.2 C
Ahmedabad
Thursday, April 18, 2024

મોડાસાની સ્કૂલમાં બાળક કિડનેપ જેવી ઘટનાના દ્રશ્યો :પારિવારિક ઝગડામાં બાળકના પિતા કારમાં બાળક લઇ જતા માતાની બૂમાબૂમ


 

Advertisement

ગુજરાતમાં બાળકોનું અપહરણ કરતી ગેંગ સક્રિય હોવાના હોવાના અફવા ફેલાવતા મેસેજ અનેક વાર સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે આ અફવા ફેલાવતા મેસેજથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં નાના બાળકોના માતા-પિતા ચિંતામાં ગરકાવ થઇ જતા હોય છે મોડાસા શહેરની એક સ્કૂલમાં પિતા કારમાં બાળકીને લેવા પહોંચ્યા ત્યારે માતા પણ આવી બાળકીને કારમાં લઇ જતા અટકાવવા બુમાબુમ કરતા સ્કૂલ પરિસરમાં બાળકીનું કિડનેપિંગ જેવા દ્રશ્યો સર્જાતા સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો

Advertisement

મોડાસા શહેરની એક સ્કૂલમાં પારિવારિક ઝગડાને લીધે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો જેમાં ધો.3માં અભ્યાસ કરતી બાળકીને તેના પિતા કારમાં બપોરની રીસેસ માં લેવા પહોંચતા માતા પણ સ્કૂલમાં પહોંચી તેની દીકરીને ભાગ બેટા ભાગની બૂમો પાડતી હતી અને પિતા બાળકીને લઇને જતા રહેતા ભારે ચકચાર મચી હતી કારમાં દીકરીને લઈને પિતા જતા માતા બુમાબુમ કરતી રહી છતાં મુખ્ય ગેટ પરથી કાર હંકારી મુકતા સિક્યુરિટી સામે પણ અનેક સવાલ પેદા થયા છે

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા શહેરમાં પારિવારિક ઝગડો મંગળવારે બપોરે સ્કૂલમાં પહોંચ્યો હતો જેના પગલે શાળામાં અભ્યાસ કરતા બાળકનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો બપોરની રીસેસમાં ધો.3માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને તેના પિતા કાર લઈને સ્કૂલમાં લેવા ગયા હતા બાળકીને કારમાં બેસાડતા હતા ત્યારે બાળકીની માતા પણ સ્કૂલમાં પહોંચી હતી અને બાળકીને કારમાં બેસતી જોઈ ભાગ..બેટા…ભાગની બૂમો પાડતી રહી બાળકી પણ ડરના લીધે કારનો કાચ ખખડાવતી રહી હતીને પિતા કાર હંકારી જતો રહ્યો હતો ફિલ્મી દ્રશ્યો જેવી ઘટનાથી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો ડરી ગયા હતા જો કે સ્કૂલના પ્રિન્સિપાલે પારિવારિક મામલો હતો અને લખાણ થઇ ગયું હોવાનું રટણ કર્યું હતું સ્કૂલમાં સર્જાયેલા ડ્રામાના પગલે બાળકોના માતા-પિતાને જાણ થતા ચોકી ઉઠ્યા હતા અને શાળામાં સિક્યુરિટી ગાર્ડની કામગીરી અંગે રોષ પ્રવર્તી રહ્યો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!