28/02/2023 ના રોજ જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ભા.મા.શાહ હોલ કોલેજ કેમ્પસ, મોડાસા ખાતે કરવામાં આવી. અરવલ્લી જિલ્લા માંથી વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ વેસ્ટ માંથી બેસ્ટ મોડલ બતાવો સ્પર્ધામાં ભાગ લીધો. બીજી સ્પર્ધા 2022 માં પ્રસારિત થયેલા વિજ્ઞાનના ન્યૂઝ નું પ્રેઝન્ટેશન સ્પર્ધા યોજાઈ આ બંને સ્પર્ધાના કેટેગરી વાઇઝ વિદ્યાર્થીઓ ઇનામ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા. તમામ બાળકોના પ્રોજેક્ટ માનનીય શ્રી કલેકટર સાહેબ ડૉ. નરેન્દ્રકુમાર મીના એ પ્રત્યક્ષ નિહાળ્યા. મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર મોદી તેમજ ઉપપ્રમુખ સુભાષભાઈ સાહેબ એ પણ મોડલને નિહાળ્યા. ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા. બાળકોમાં દિન પ્રતિદિન વિજ્ઞાનમાં રુચિ વધતી જાય એના માટે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સતત પ્રયત્ન થતા રહે છે. આખો દિવસ બાળકો વિજ્ઞાનમય રહ્યા.
જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી
Advertisement
Advertisement