29 C
Ahmedabad
Tuesday, April 23, 2024

સેવા અને સમર્પણ ના ઉદ્દેશ્ય સાથે લૉ કૉલેજનો મોડાસાના શામપુર ખાતે સેવા કેમ્પનો પ્રારંભ


અરવલ્લી જિલ્લાની વિવિધ કોલેજ દ્વારા એનએસએસ કેમ્પ યોજવામાં આવતા હોય છે ગ્રામીણ વિસ્તારમાં એનએસએસ ના વિદ્યાર્થીઓ દ્વારા લોક ઉપયોગી કામગીરી કરતા હોય છે. એનએસએસ થકી સ્વચ્છતા અભિયાન, આરોગ્યલક્ષી જનજાગૃતિ અભિયાન, મતદાન જાગૃતિ અભિયાન સહિતની પ્રવૃત્તિઓ થકી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવતા હોય છે ત્યારે મોડાસાની શ્રી. એન. એસ. પટેલ નો કોલેજ દ્વારા એનએસએસ વિદ્યાર્થીઓનો કેમ્પ મોડાસા તાલુકાના શામપુર મુકામે યોજવામાં આવ્યો છે.

Advertisement

Advertisement

1 માર્ચથી શરૂ થયેલો આ કેમ્પ પાંચ દિવસ સુધી ચાલનાર છે જેમાં પાંચ દિવસ અલગ અલગ પ્રવૃત્તિઓ થતી વિદ્યાર્થીઓ લોકો સુધી જનજાગૃતિનો પ્રયાસ કરશે.

Advertisement

Advertisement

હેમ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ અને શ્રી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એન. એસ. પટેલ લૉ કૉલેજ મોડાસા ના એન. એસ. એસ વિભાગ દ્વારા આઝાદી કા અમૃતોત્સવ શિબિરનું આયોજન શામપુર ખાતે કરવામાં આવ્યું છે, જેમાં શિબિરના ઉદઘાટન સમારોહ પ્રસંગે ઉદઘાટક તરીકે જયશ્રીબેન દેસાઈ અરવલ્લી જીલ્લા પ્રભારી, કારોબારી સભ્ય ગુજરાત પ્રદેશ ભાજપા, અતિથિ વિશેષ તરીકે ડૉ. દીપક એચ જોશી આચાર્ય આર્ટ્સ કોલેજ મોડાસા, સમારોહ ના અધ્યક્ષ સ્થાને મંડળ ના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ વી.શાહ, લૉ ફેકલ્ટીના ડીન અને ઇસી મેમ્બર ડૉ. અશોક એમ શ્રોફ ઉપસ્થીત રહેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement

Advertisement

આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ રાજેશ વ્યાસ દ્વારા મેહમાનશ્રીઓ નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામ ના આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ, પ્રા. શાળા નાં આચાર્ય અને શિક્ષક ગણને આકાશ વ્યાસે સૌ ને આવકાર્યા હતા. લૉ કોલેજ નાં સ્વયંસેવકો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. અલ્પાબેન ડી ભટ્ટી તેમજ સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું.  લૉ કૉલેજના પ્રૉફેસર ડૉ. સોનિયા જોષી સહિત કૉલેજનો સ્ટાફ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!