38 C
Ahmedabad
Wednesday, April 24, 2024

108ના તબીબે CPR આપી યુવકનો જીવ બચાવવા પ્રયાસ કર્યો જુઓ VIDEO : મોડાસાના કઉં ગામના રિક્ષા ચાલકને લોહીની ઉલટી થતા મોત 


 

Advertisement

અરવલ્લી જીલ્લાના પ્રજાજનો માટે 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સંજીવીની સાબિત થઇ રહી છે મોડાસાના ડુગરવાડા રોડ પરથી રીક્ષા લઇ પસાર થતા કઉંના રીક્ષા ચાલક યુવકને ગભરામણ થતા રોડ સાઈડ ઝાડ નજીક બેસી ગયો હતો અને લોહીની ઉલ્ટી થતા જાગૃત નાગરિકે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરતા તાબડતોડ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી યુવકનું હૃદય બંધ પડી જતા તબીબે સીપીઆર આપી યુવક નો જીવ બચાવવા મરણીયો પ્રયાસ કર્યો હતો જો કે યુવકનું સ્થળ પર મોત નીપજ્યું હતું લોકોએ 108 એમ્બ્યુલન્સના તબીબીના પ્રયાસની સરહના કરી હતી

Advertisement

કઉં ગામનો પરેશ ખાંટ નામનો યુવક રીક્ષા લઈને કામકાજ અર્થે નીકળેલ યુવકને ડુગરવાડા ગામ નજીક અચાનક ગભરામણ થતા અને ચક્કર જેવું લાગતા રીક્ષા રોડ સાઈડ ઉભી રાખી ઝાડ નીચે બેસી ગયો હતો યુવકને લોહીની ઉલ્ટી થવાની સાથે ઢળી પડતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને ફોન કરતા તાબડતોડ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી એમ્બ્યુલન્સના તબીબ પ્રમોદ ભાઈએ દર્દીને તપાસતા હૃદય બંધ પડેલું જણાતા માઉથ ટુ માઉથ રેસ્પીરેશન આપી યુવકનો જીવ બચાવવા અથાગ પ્રયત્ન કર્યો હતો 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સના તબીબ સીપીઆર આપતો વિડીયો નજીકમાં રહેલ લોકોએ ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી 108 એમ્બ્યુલન્સના તબીબ અને પાયલોટની કામગીરીની સરાહના કરી રહ્યા છે

Advertisement

પ્રમોદ પરમાર સાથે આ અંગે વાત કરતા તેમને વાયરલ વિડિઓ અંગે અજાણ હોવાનું અને વિનમ્રતા પૂર્વક સમાચાર પ્રસિદ્ધ ન કરવા જણાવવાની સાથે યુવકને સીપીઆર આપ્યા પછી બચાવી ન શક્યો હોવાનો ખેદ વ્યક્ત કર્યો હતો.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!