મોડાસા શહેરના હજ્જારો યુવાનો અને પરિવારો વિદેશમાં વસવાટ કરી પૈસે ટકે બે પાંદડે થયા છે સારા પગાર અને ડોલર કમાવવાની લાલચમાં અનેક યુવાનો દેવું કરી વિદેશમાં ઠરી ઠામ થયા છે મોડાસા શહેરના ત્રણ યુવકોને સરફરાઝ નામના એજન્ટે સારા પગારની લાલચ આપી દુબઈમાં મોકલી આપ્યા પછી નોકરીના ઠેકાણા નહીં પડતા ત્રણે યુવકો રોડ પર દિવસો વિતાવવા મજબુર બનતા યુવકોએ સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ કરી આવા લેભાગુ એજન્ટથી
મોડાસા શહેરના મોહમ્મદ મુનીશ, સલમાન અને મોહમ્મદ સૈફ નામના ત્રણ યુવકોને સરફરાઝ નામના એજન્ટે દુબઇમાં સારી નોકરી, દિરહામમાં પગાર, રહેવા-જમવાની અદ્યતન સુવિધા મળશેની લાલચ આપતા ત્રણે યુવકો દેવું કરી એજન્ટની વાતોમાં દુબઇ પહોંચ્યા હતા દુબઇ પહોંચ્યા પછી એજન્ટે કરેલ વાયદા પ્રમાણે નોકરી કે પગાર નહીં મળતા ત્રણે યુવકો ફસાયા હતા અને દુબઈમાં રોડ પર રહેવા મજબુર બનતા ત્રણે યુવકોએ વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેમાં મોહમ્મદ મુનીશ નામના યુવક કહીં રહ્યો છે કે સરફરાઝ મારફતે કોઈ યુવક નોકરી માટે અહીંયા ન આવતા તે અમને બહુ ખરાબ રીતે ફસાવ્યા છે અને પૈસા અમને પાછા આપવા પડશે દેવું કરીને નોકરીની શોધમાં આવ્યા છીએ તારી કોઈ લાયકાત નથી નોકરી અપાવવાની તું લોકોને ફસાવે છે અમે થાકી ગયા છીએ અમે તો બચીને એક સુરક્ષિત જગ્યાએ છીએ પણ કોઈ આની વાતોમાં આવીને ફસાતા નહીં તેમજ ત્રણે યુવકોને એક હોટલમાં ક્લીનરની નોકરી અને સપ્તાહમાં કોઈ રજા નહીં મળેનો હિન્દી ભાષી માલિક બાંહેધરી લેતા ત્રણ અલગ અલગ વિડીયો વાયરલ થતા ભારે ચકચાર મચી છે
વિદેશમાં જવાની ઘેલછા ધરાવનારા યુવકો વિદેશમાં નોકરી, ડૉલરમાં પગાર, રહેવા-જમવાની અદ્યતન સુવિધા અને મોજ-જલસા મળે એવો કંઈક મત ધરાવતા હોય છે, જો કે દર વખતે હકીકત આવી જ હોય, તે જરૂરી નથી. કેટલાક એજન્ટોએ આપેલી પૈસા કમાવવાની લાલચમાં અનેક યુવાનો ફસાય છે અને અત્યાચારનો ભોગ બને છે.