26 C
Ahmedabad
Saturday, April 20, 2024

સાબરકાંઠા : ઈડર નવા રેવાસના પ્રગતિશીલ ખેડૂતે સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી, ધરતીપુત્રએ આઠ ગુંઠા જમીનમાંથી બમ્પર આમદની મેળવી


સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના નવા રહેવાસના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ પટેલે પોતાના ખેતરમાં આઠ ગુંઠામાં આચ્છાદન અને ડ્રિપ પધ્ધતિ થકી 90 દિવસમાં સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી રૂ. દોઢ લાખ જેટલી આવક મેળવી કમાણી કરી રહ્યા છે.

Advertisement

ઘરના રસોડાની ટાઇલ્સ ઉપર સ્ટ્રોબેરીના ચિત્રોને જોઈને સ્ટ્રોબેરીનું વાવેતર કરવાનો વિચાર આવ્યો અને યુ-ટ્યુબ ઉપર સર્ચ કરી છોડ ક્યાંથી મેળવી શકાશે કેવી રીતે તેની ખેતી થઈ શકે તે માહિતી મેળવી તેમણે આ ખેતીની શરૂઆત કરી છે.

Advertisement

ભરતભાઈ જણાવે છે કે, તેમણે આ સ્ટ્રોબેરીના છોડ પુના મહાબલેશ્વરથી મંગાવ્યા હતા. એક છોડની કિંમત રૂ. 10 અને મંગાવાનું ભાડા સહિત રૂ. 14 જેવા ખર્ચ થયો હતો. તેમના ખેતરમાં હાલમાં 3,500 છોડ છે. આ સ્ટ્રોબેરીની ખેતીની સાથે સીમલા મિર્ચ અને ધાણાની પણ ખેતી કરી રહ્યા છે. જેમાં સિમલા મિર્ચનું ઉત્પાદન અત્યાર સુધીમાં 50 મણ જેટલું થયું છે આની સાથે વચ્ચે રહેલી જગ્યામાં તેમની ધાણા પણ વાવ્યા છે. એટલે કે સ્ટ્રોબેરીની સાથે અન્ય ખેતી થકી પણ તેઓ કમાણી કરી રહ્યા છે. ગરમીની સિઝનમાં સ્ટ્રોબેરી બંધ થતી હોવાથી તે પછી પણ તેમની આવક સીમલા મિર્ચ થકી ચાલુ રહેશે.

Advertisement

Advertisement

ખેડૂત ભરતભાઈએ જણાવ્યું હતું કે,સ્ટ્રોબેરીએ ઠંડા પ્રદેશમાં થતી ખેતી છે પ્રથમ વખતે સફળતાપૂર્વક વાવેતર કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. સ્ટ્રોબેરીમાં આચ્છાદન અને ડ્રિપ પધ્ધતિ થકી પ્રયોગ માટે આઠ ગુંઠામાં આ સ્ટ્રોબેરીની ખેતી કરી છે. આ સ્ટ્રેબેરીની સાથે તેમણે સાથે સિમલા મિર્ચ અને ધાણા વાવ્યા છે. અત્યારે રોજની ₹ 3,000 થી 3,500 હજાર સુધીની આવક મેળવી રહ્યા છે. સ્ટ્રોબેરીને તેઓ પોતાના ઘરેથી જ રૂ. 40/- પ્રતિ 200 ગ્રામના પેકેટમાં વેચાણ કરે છે. એટલે કે રૂ. 200 પ્રતિ કિલો તેનું વેચાણ થાય છે. સીધા વેચાણ થકી તેમને સારો નફો મળી રહ્યો છે.
આવતા વર્ષે ભરતભાઇ વધુ 10,000 છોડ મંગાવી આ ખેતીને વિસ્તારવા વિચારી રહ્યા છે. કારણ કે જો આઠ ગુંઠા થકી તેમની દોઢ લાખ જેટલી આવક મેળવી અને 30 માર્ચ સુધી તેમની સ્ટ્રોબેરીના ફળ ચાલુ રહેશે. ગરમીના લીધે ઉત્પાદન ઘટે તો પણ રોજના 2,000 લેખે ગણીએ તો બીજા 60 હજાર જેવી આવક થવાની શક્યતા છે. આમ જોઈએ તો આઠ ગુંઠા માંથી બે લાખથી વધુની આવક, સીમલા મિર્ચ અને ધાણા થકી પણ તેમને સારી એવી આવક મળી શકે તેમ છે.
સ્ટ્રોબેરીની ખેતી ફાયદાકારક ખેતી છે હાલમાં તેમની પાસે હોલસેલ ભાવે ₹100 વેપારી ભાવે માંગવામાં આવે છે પરંતુ તેમની પાસે મર્યાદિત જથ્થો હોવાથી તેઓ સ્વયં જ તેનું વેચાણ કરી નફો મેળવે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!