32 C
Ahmedabad
Friday, April 19, 2024

અરવલ્લીના નવાગામ ખાતે કંટાળુ હનુમાનજી મંદિરે ત્રિ દિવસીય પરંપરાગત આંબલી અગિયારસના મેળાનો પ્રારંભ


ભારત વર્ષમાં હિન્દુ ધર્મમાં અલગ અલગ જ્ઞાતિઓમાં સંસ્કૃતિ અને રિવાજોનું મહત્વ રહેલું છે ત્યારે જે પરંપરાગત રીતે આદિવાસી સમાજની સંસ્કૃતિ તેમજ માન્યતા અનુસાર મેઘરજ તાલુકાના નવાગામ ખાતે આવેલ શ્રી કંટાળુ હનુમાનજી મંદિર આશરે 400 વર્ષ પુરાણું મંદિર છે અને કહેવામાં આવે છે કે અહીં સાક્ષાત હનુમાનજી બિરાજમાન છે,આ મંદિરની લોકોમાં માન્યતા અને શ્રદ્ધા રહેલી છે જેના કારણે અહીં અનેક સમાજના લોકો દર્શન માટે આવતા હોય છે ખાસ કરીને અહીં હોળીના તહેવાર પહેલા આંબલી અગિયારસનું ઘણું મહત્વ રહેલું છે.

Advertisement

Advertisement

આદિવાસી સમાજના અગ્રણી ના જણાવ્યા મુજબ આદિવાસી સમાજમાં નવદંપતી લગ્ન ગ્રંથિથી જોડાય છે ત્યારે તેમની પહોળીનો પ્રથમ તહેવાર આવે એટલે આંબલી અગિયારસ ના દિવસે આ કંટાળું હનુમાનજી મંદિર ખાતે નવદંપતિ આવે છે અને હનુમાનજી ના મંદિર ફરતે હાથમાં શ્રીફળ અને લગ્ન સમયે લગાવેલ લીલા કલરના કપડાં સાથે નવદંપતી સાત ફેરા ફળે છે અને પોતાનું લગ્ન જીવન સુખ સમૃદ્ધિ થી પસાર થાય તેવી માન્યતા સાથે આગવું મહત્વ રહેલું છે અહીં આંબલી અગિયારસ થી લઇ ને તેરસ સુધી ત્રિ દિવસીય લોક મેળો ભરાય છે અને મેળા માં ત્રણ દિવસ સુધી આજુબાજુ તેમજે રાજેસ્થાન થી લઈને બનાસકાંઠા સુધી ના લોકો મેળાને નિહારવા અને માણવા આવે છે તેમજ આજુબાજુ ના ગામડાના લોકો પણ અહીં મેળામાં આવતા હોય છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!