30 C
Ahmedabad
Monday, May 29, 2023

અરવલ્લી : મોડાસાની સંજીવની હોસ્પિટલ PMJAY-MA ગેરરીતિ આચરતા સસ્પેન્ડ કરી દેવાઈ


 

Advertisement

PMJAY–MA યોજના અંતર્ગત લાભાર્થીઓ માત્ર સરકારી જ નહિ પરંતુ ખાનગી હોસ્પિટલોમાં પણ લાભ મેળવી શકે છે.આયુષ્માન કાર્ડ હેઠળ દસ લાખ સુધીની સંપૂર્ણ સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ છે. આયુષ્માન કાર્ડ હેઠળ દસ લાખ સુધીની સંપૂર્ણ સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ છે. ત્યારે નિ:શુલ્ક સહાયને લઈ પૈસાના ઉઘરાણા કરતી મોડાસા શહેરની સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવી હતી PMJAY–MA યોજનાના કાર્ડ ધારકો પાસેથી રૂપિયા પણ લેવામાં આવતા હોવાની પોર્ટલ પર ફરિયાદ થતા આરોગ્ય તંત્રએ સંજીવની હોસ્પિટલની યોજનામાંથી નોંધણી રદ કરી દીધી હતી

Advertisement

મોડાસા શહેરમાં PMJAY–MA યોજનામાં નોંધણી થયેલી હોસ્પિટલો દર્દીઓ પાસેથી નિઃશુલ્ક સારવાર આપવાની સાથે વધારાના નાણાં પણ ખંખેરી રહી હોવાની બૂમો ઉઠી રહી છે મોડાસા શહેરની સંજીવની હોસ્પિટલમાં આરોગ્ય કર્મી માતાની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી જેમાં દર્દીના પરિવારજનો પાસે 31 હજાર રૂપિયા વધુ લેવામાં આવ્યા હતા આ દર્દીનું બિલ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી થઇ હતી આ અંગે ઓનલાઈન ફરિયાદ થતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું અને સંજીવની હોસ્પિટલની ગેરરીતિ બહાર આવતા સસ્પેન્ડ કરી દીધી હતી

Advertisement

જીલ્લા આરોગ્ય અધિકારી ર્ડો.સિદ્દીકીએ શું કહ્યું વાંચો
અરવલ્લી જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ડીસ્ટ્રીકટ ગ્રેવિયન્સ રિટેલર્સ કમિટીની મીટિંગમાં ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કરેલ ફરિયાદ તથા રજુ કરેલ આધાર પુરાવાને ધ્યાને રાખી તેમજ સંજીવની હોસ્પિટલના રીપ્રેઝન્ટેટિવની રજુઆત સાંભળવામાં આવી હતી જે ધ્યાને લઈને સદર કમિટી દ્વારા સંજીવની હોસ્પિટલની નોંધણી રદ કરવામાં આવી હતી આરોગ્ય કર્મીની માતાની એન્જીઓપ્લાસ્ટી PMJAY–MA યોજના હેઠળ કરી હોવા છતાં વધારાના 31 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!