33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : રાજસ્થાન પીઠનો મોબાઈલ વેપારી ચોરીનુ ટેબ્લેટ વેચવા દેવરાજ ચોકડી નજીક...

અરવલ્લી : રાજસ્થાન પીઠનો મોબાઈલ વેપારી ચોરીનુ ટેબ્લેટ વેચવા દેવરાજ ચોકડી નજીક ઉભો હતો LCBએ દબોચી લીધો

0
217

 

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ઘરફોડ ચોરી કરતી અલગ-અલગ સક્રિય છે રાજસ્થાનનાપીઠમાં મોબાઈલ દુકાન ધરાવતો વેપારી મોડાસા શહેરમાંથી ચોરી થયેલું ટેબ્લેટ વેચવા દેવરાજ ચોકડી ઉભો હોવાની બાતમી એલસીબી પોલીસને મળતા તાબડતોડ એલસીબી પોલીસ ત્રાટકી ચોરીનું ટેબ્લેટ વેચવા ઉભા મોબાઈલ વેપારીને ઝડપી લીધો હતો મોડાસા શહેરમાંથી ઘરફોડ ચોરીમાં ટેબ્લેટ ચોરી કરનાર કુખ્યાત ઘરફોડ ચોર હુસેન ઉર્ફે બિલ્લાને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમ ઘરફોડ ચોરોને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરી ઝડપી લઇ જેલના સળિયા પાછળ ધકેલી રહી છે મોડાસાના કઉં કુકરી ગામનો અને હાલ રાજસ્થાનના પીઠ-સીમલવાડા નજીક રાજપોરમાં રહેતો કુખ્યાત ઘરફોડ ચોર હુસેન ઉર્ફે બિલ્લો ભટ્ટીએ પોલીસતંત્ર માટે માથાનો દુઃખાવો બની રહ્યો છે મોડાસા શહેરમાં ઘરફોડ ચોરી કરી બિલ્લાએ ચોરેલ ટેબ્લેટ પીઠ ગામના મોબાઈલના વેપારી સલીમ સુલેમાન ટીંટોઇયા નામના યુવાન વેપારીને આપતા સલીમ ટીંટોઇયા ચોરીનું ટેબ્લેટ મોડાસા શહેરમાં વેચાણ અર્થે દેવરાજ ચોકડી નજીક ઉભો રહેતા એલસીબી પોલીસે ઝડપી પાડી રૂ.15 હજારનું ટેબ્લેટ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપનાર બીલ્લો ભટ્ટીને ઝડપી પાડવા પીઠ તરફ નજર દોડાવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!