27 C
Ahmedabad
Wednesday, April 24, 2024

ડુંગળી પકવતા ખેડુતોને રાજય સરકારના બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા અનુરોધ


ડુંગળીનો મોટા પાયે સંગ્રહ કરવા કોલ્ડ સ્ટોરેજ જેવા ઘટકોમાં અને બાગાયતી પાકોના પ્રોસેસિંગ યુનિટ વસાવવા પણ બાગાયત ખાતા મારફતે રાજય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. વિવિધ સહાય યોજનાઓ અને સહાયના ધોરણો નિયત કરવામાં આવ્યા છે.

Advertisement

ડુંગળી પકવતા ખેડુતોને રાજય સરકારના બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા અનુરોધ

Advertisement

 હાલ અન્ય રાજ્યોમાંથી પણ ડુંગળીની આવક રાજ્યમાં થતી હોઇ ડુંગળીના ભાવમાં ઉતાર ચઢાવ આવે છે. આથી, ડુંગળી પકવતા હોય તેવા અમરેલી જિલ્લાના ખેડુતોને ધીરજ રાખવા તથા ડુંગળીના સંગ્રહ અંગેની યોગ્ય પધ્ધતિઓનો ઉપયોગ કરવા અનુરોધ છે. ડુંગળીના સંગ્રહ અંગેની વિવિધ પધ્ધતિઓમાં દેશી પધ્ધતિઓ ઉપરાંત મેડા પધ્ધતિમાં રાજય સરકારના બાગાયત વિભાગ મારફત ખેડુતોને સહાય પણ આપવામાં આવે છે. ડુંગળીનો મોટા પાયે સંગ્રહ કરવા કોલ્ડ સ્ટોરેજ જેવા ઘટકોમાં અને બાગાયતી પાકોના પ્રોસેસિંગ યુનિટ વસાવવા પણ બાગાયત ખાતા મારફતે રાજય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. વિવિધ સહાય યોજનાઓ અને સહાયના ધોરણો નિયત કરવામાં આવ્યા છે.

Advertisement

લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રક્ચર (ક્ષમતા ૨૫ મે.ટન) ૫૦% લેખે રુ.૮૭,૫૦૦ સહાય મળવાપાત્ર છે. કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે  ૫,૦૦૦ મે.ટન સુધી પ્રોજેક્ટ ખર્ચના ૩૫% (મહત્તમ રુ.૨૮૦૦ પ્રતિ મે.ટન) સહાય મળવાપાત્ર છે. બાગાયતી પાકોના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય જેમાં  ખર્ચના ૭૫%  અથવા  ૧ લાખ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે. યોજનાકીય સહાય, તેનો લાભ અને સહાયના ધોરણો સહિત વધુ વિગત, માહિતી અને માર્ગદર્શન બાબતે નાયબ બાગાયત નિયામકશ્રી, બાગાયત કચેરી, બાગાયત ભવન, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલી- ૩૬૫૬૦૧ ફોન નં. (૦૨૭૯૨) ૨૨૩૮૪૪ પર સંપર્ક કરવો. ડુંગળી પકવતા ખેડુતોએ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા નાયબ બાગાયત નિયામકશ્રી દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે

Advertisement

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!