27.9 C
Gujarat
Saturday, August 22, 2026
Home HeadLines ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો, અરવલ્લીના માલપુરમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી

ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો, અરવલ્લીના માલપુરમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી

0
193

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહીની અસર ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી હતી. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. કમોસમી વરસાદને લઇને ખેડૂતોની ચિંતા પણ વધી છે.

અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવારણ વર્તાયું હતું. માલપુર પંથકમાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો હતો, આ સાથે જ મોડાસા તાલુકા કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા થયા હોવાની વિગતો મળી. આ સાથે જ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વરસાદની આગાહીને પગલે માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોને તકેદારી રાખવા માટે પણ જરૂરી સૂચનો કર્યા હતા.

હાલ ખેડૂતોના તૈયાર થયેલા ઘઉં માર્કેટ યાર્ડમાં ખુલ્લા બજારમાં હરાજી માટે લાવતા હોય છે ત્યારે માર્કેટ યાર્ડ દ્વારા પણ ખેડૂતોને તાડપત્રી ઢાંકીને તેમની જણસી લાવવા અપીલ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!