31 C
Ahmedabad
Friday, May 24, 2024

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની આવશે અમદાવાદ, નમો સ્ટેડીયમમાં પીએમ મોદી સાથે ક્રિકેટ કોમેન્ટ્રી કરે તેવી શક્યતા


પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું એરપોર્ટ પર સ્વાગત કરે તેવી શક્યતાઓ છે. 9 માર્ચના રોજ ઓસ્ટ્રેલિયા અને ભારતની ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બન્ને વડાપ્રધાન મેચ નિહાળશે.

8 માર્ચના રોજ મોડી સાંજે ગુજરાતમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ આવશે. પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું એરપોર્ટ પર સ્વાગત કરે તેવી શક્યતાઓ છે. 9 માર્ચના રોજ ઓસ્ટ્રેલિયા અને ભારતની ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બન્ને વડાપ્રધાન મેચ નિહાળશે. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ મેચના 75 વર્ષની ઉજવણીમાં ભાગ લેશે.

Advertisement

ભારત-ઓસ્ટ્રેલિયાના પીએમ બન્ને પેવેલિયનમાં બેસીને મેચ નિહાળી શકે છે આ ઉપરાંત તેઓ કોમેન્ટ્રી પણ કરે તેવી શક્યતાઓ છે.

Advertisement

પીએમ મોદી જી-20 બેઠકની અંદર હાજરી આપશે આ ઉપરાંત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ પણ તેઓ નિહાળશે. આ વખતે દેશમાં જી 20 સંમેલનનું આયોજન થયું છે. જે અંતર્ગત ગુજરાતની અંદર પણ તે અંતર્ગત વિવિધ બેઠકો યોજવામાં આવી રહી છે. જેમાં પીએમ મોદી પણ સામેલ થશે. જી 20ના વિવિધ આયોજનો અગાઉ બેઠકને લગતા કચ્છ, અમદાવાદ, કેવડીયા સહીતના સ્થળોએ થયા હતા.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી મેચમાં પ્રેક્ષક બની મેચને નિહાળશે. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ પણ આ મેચ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ 9 માર્ચથી શરૂ થશે. રસપ્રદ વાત એ છે કે, આ સ્ટેડિયમનું નામ પીએમ મોદીના નામ પરથી રાખવામાં આવ્યું હોવાથી તેઓ પ્રથમવાર ક્રિકેટ મેચ જોવા અમદાવાદ આવશે.

Advertisement

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!