27 C
Ahmedabad
Saturday, April 27, 2024

સુરતમાં ડાયમંડ બુર્સ તૈયાર, પીએમ મોદી કરશે ઉદઘાટન, મોટી સંખ્યામાં વેપારીઓનો શરુ થશે કારોબાર


સુરતની અંદર ડાયમંડ બુર્સ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે પીએમ મોદી દ્વારા આ ઉદઘાટન કરવામાં આવશે. મોટા હીરા વેપારનો કારોબાર શરુ આગળ વધશે. મોટી સંખ્યામાં વેપારીઓ અહીં આવીને કારોબાર શરુ કરશે.

Advertisement

સુરતમાં ઘણા સમયથી ડાયમંડ બુર્સને લઈને ચર્ચા હતી ત્યારે દેશ અને વિદેશમાંથી આવેલા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલાટ લોકો અહીં આવશે. આ ડાયમંડ શરુ થતાની સાથે જ હીરાના વેપારીઓ અને કંપનીઓ મોટી સંખ્યામાં વેપાર કરી શકશે

Advertisement

સીઆર પાટીલ દ્વારા પીએમ મોદી દ્વારા ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવામાં આવશે. તેમ જાણકારી આપી હતી. ડાયમંડ બુર્સ શરુ થવાથી દેશ અને વિદેશના વેપારીઓ સુરત આવતા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પણ કેટલાક દેશોની ડાયરેક્ટ શરુ કરવામાં આવશે. લગભગ હીરા વેપાર સાથે 175 જેટલા દેશોના વેપારીઓ જોડાયેલા છે જેઓ અહીં આવશે.

Advertisement

વિશ્વના ડાયમંડ ક્ષેત્રે સૌથી મોટી બિલ્ડીંગ સુરતની ડાયમંડ બુર્સ બિલ્ડીંગ બનશે. સુરતમાં પૂર્ણ થયેલ ડાયમંડ બુર્સ બિલ્ડિંગનો બાંધકામ વિસ્તાર 66 લાખ ચોરસ ફૂટ છે. નવ ટાવરની અંદર ફેલાયેલી આ ઇમારત ગ્રીન બિલ્ડિંગ છે.  વિશ્વની સર્વશ્રેષ્ઠ કહી શકાય તેવી તમામ સુવિધાઓ અહીં પૂરી પાડવામાં આવે છે. ડાયમંડ ક્ષેત્રની વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ અમેરિકાના પેન્ટાગોનમાં છે જેનું નિર્માણ 65 લાખ સ્ક્વેર ફૂટમાં કરવામાં આવ્યું છે પરંતુ હવે સુરતની આ બિલ્ડીંગ સૌથી મોટી બિલ્ડીંગોમાં સ્થાન પામશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!