29 C
Ahmedabad
Thursday, April 25, 2024

વિશ્વ: ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરો પર હુમલાનો સિલસિલો હાલ પણ યથાવત, હવે શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં ખાલિસ્તાન સમર્થકોએ કરી તોડફોડ


જણાવી દઈએ કે, આ પહેલા જાન્યુઆરી મહિનામાં ઓસ્ટ્રેલિયાના કેરમ ડાઉન્સમાં શ્રી શિવ વિષ્ણુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી.

Advertisement

ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરો પર હુમલાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે બ્રિસ્બેનના શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા તોડફોડનો મામલો સામે આવ્યો છે. મંદિરના પ્રમુખ સતિંદર શુક્લાએ જણાવ્યું હતું કે, મંદિરના પૂજારી અને ભક્તોએ આજે ​​સવારે ફોન કરીને મને અમારા મંદિરની સીમામાં તોડફોડની જાણ કરી હતી.

Advertisement

શિવ વિષ્ણુ મંદિરમાં તોડફોડ

Advertisement

જણાવી દઈએ કે, આ પહેલા જાન્યુઆરી મહિનામાં ઓસ્ટ્રેલિયાના કેરમ ડાઉન્સમાં શ્રી શિવ વિષ્ણુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. ઑસ્ટ્રેલિયાના તમિલ હિન્દુ સમુદાય દ્વારા ઉજવવામાં આવતા ત્રણ દિવસીય ‘થાઈ પોંગલ’ તહેવારની વચ્ચે ભક્તો ‘દર્શન’ માટે મંદિરમાં ઉમટી પડ્યા પછી 16 જાન્યુઆરીએ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.

Advertisement

ખાલિસ્તાન સમર્થકો જનમત સંગ્રહમાં નિષ્ફળ થયા

Advertisement

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ખાલિસ્તાન સમર્થકોએ મેલબોર્નમાં 15 જાન્યુઆરી, 2023ના રોજ સાંજે કાર રેલી દ્વારા તેમના લોકમત માટે સમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો. જો કે, તેઓ ખરાબ રીતે નિષ્ફળ ગયા, કારણ કે રેલીમાં 200થી ઓછા લોકો એકઠા થયા હતા.

Advertisement

ભારતે તોડફોડની નિંદા કરી 

Advertisement

ભારતે ઓસ્ટ્રેલિયામાં વારંવાર થતી હિંદુ મંદિરોની તોડફોડની નિંદા કરીને કહ્યું કે, આ મામલો કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સરકાર સાથે ઉઠાવ્યો છે અને ગુનેગારો સામે વહેલી તકે તપાસની માગ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ખાતરી આપી કે, ઓસ્ટ્રેલિયામાં અમારા કોન્સ્યુલેટ જનરલે સ્થાનિક પોલીસ સાથે આ મામલો ઉઠાવ્યો છે. અમે ગુનેગારો સામે ત્વરિત તપાસ કાર્યવાહી અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે પગલાં લેવાની માગ કરી છે.

Advertisement

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!