33 C
Ahmedabad
Tuesday, April 23, 2024

હિંમતનગર: આમોદરા ગ્રામ પંચાયતના લાંચિયા તલાટી અને તેના સાગરિતને 30,000 લાંચ લેતા એ.સી.બી એ દબોચ્યા


હિંમતનગર: આમોદરા ગ્રામ પંચાયતના લાંચિયા તલાટી અને તેના સાગરિતને 30,000 લાંચ લેતા એ.સી.બી એ દબોચ્ય

Advertisement

 

Advertisement

સીડ્સ પ્રોસેસિંગ પ્લાન્ટના આકરણી અંગે માંગી હતી લાંચ

Advertisement

મળતી વિગત મુજબ આમોદરા ગામની સીમામાં બીયારણનો “સીડ્સ પ્રોસેસીંગ પ્લાન્ટ’’ બનાવેલ છે. આ બનાવેલ સીડ્સ પ્રોસેસીંગ પ્લાન્ટનુ બાધકામ પુર્ણ થઇ જતાં આમોદરા ગ્રામ પંચાયતમાંથી આકારણી પત્રક લેવા ફરિયાદી આરોપી નં.૧ મળેલા અને તેઓ તલાટી કમ મંત્રી સંધ્યાબેન જયંતીલાલ પરમારને વારંવાર આકારણી પત્રકની માગણી કરતા કોઇપણ બહાનુ બતાવી પછી આવજો તેમ કહી આકારણી આપવા ફરીયાદીને ધક્કા ખવડાવેલ બાદમા ફરીયાદીએ તલાટીનો અવારનવાર સંપર્ક કરતાં આરોપી તલાટી આકારણી પત્રકમાં આકારણી ઓછી દર્શાવવા તેમજ બે વર્ષનો બાકી રેવન્યુ ટેક્ષ પણ ઓછો લેવા માટે રૂ.૨૫,૦૦૦- ની માંગણી કરેલ.

Advertisement

જ્યારે આ સમગ્ર મામલે ફરીયાદીએ સાબરકાંઠા એ.સી.બી. પોલીસ સ્ટેશન હિંમતનગર ખાતે ફરિયાદ આપી હતી જેના આધારે એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન ચૌધરીએ લાંચિયા તલાટી અને તેના સાગરીતને ઝડપી પાડવા છટકુ ગોઠવવામા આવ્યું હતું અને એસીબી ની ટીમ સાથે આમોદરા ગ્રામ પંચાયતની ઓફિસમાં તલાટી અને તેના સાગરીત ને 30000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

Advertisement

એસીબી ની ટીમે પકડાયેલ બંને આરોપીઓને હિંમતનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!