દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોનાની મહામારી બાદ હવે એક નવા વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ઈન્ફૂલ્યુએન્ઝા નામનો આ વાયરસ પણ કોરોના જેવા જ લક્ષણો ધરાવે છે. જેના કારણે સરકાર અને જનતામાં આ વાયરસને લઈને ચિંતા ઊભી થઈ છે. જે વ્યક્તિ આ વાયરસથી સંક્રમિત થાય છે તેને 10થી 12 દિવસ સુધી તાવ અને ખાંસી રહે છે.
IMAના તબીબોના જણાવ્યા અનુસાર,આ ચેપ સરેરાશ પાંચથી સાત દિવસ સુધી રહે છે. તાવ ત્રણ દિવસમાં ઉતરી પણ જાય છે. પરંતુ ઉધરસ ત્રણ અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે. NDCની માહિતી અનુસાર, આમાંના મોટાભાગના કેસ H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના છે. IMAએ ડૉક્ટરોને એન્ટિબાયોટિક દવાઓ આપવાથી દૂર રહેવાની સલાહ આપી હતી.
સમગ્ર દેશમાં હવામાન બદલાઈ રહ્યું છે. નાના નાના શહેરોમાં પણ વધતા પ્રદુષણને કારણે શ્વાની સમસ્યાઓ પણ સર્જાઇ રહી છે. લોકોમાં તાવ, શરદી અને ફ્લૂના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં લોકો ડોક્ટરની સલાહ લીધા વગર દવાઓનું સેવન કરી રહ્યા છે. જો તમે પણ તાવ આવવાથી જાતે જ મેડીકલમાં દવા લઇને પોતાની કે અન્યની સારવાર કરી રહ્યાં છો તો ચેતી જજો.
ઈન્ફલ્યુએન્ઝા વાઇરસનો એક સબ-ટાઈપ(H3N2) છેલ્લા બે-ત્રણ મહિનાથી ફેલાઈ રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, અન્ય સબ-ટાઇપ કરતાં આ વેરિયન્ટને કારણે લોકોને હોસ્પિટલમાં વધુ દાખલ કરવામાં આવે રહ્યા છે.
શું છે આ બિમારીના લક્ષણો?
જે દર્દીઓ આ વાયરસથી સંક્રમીત થાય છે તેમને 2-3 દિવસ સુધી સખત તાવ રહે છે. બે અઠવાડીયા જેટલા સમય સુધી ખાસી રહે છે.
શરીરમાં દુખાવો થાય છે.માથાનો દુખાવો થાય છે.ગળામાં બળતરા થાય છે.ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન(IMA)ની સલાહ
ચેપથી બચવા માટે શું કરવું?
વાયરસની અસર જણાતા ડોક્ટરની સલાહ લેવી.જે લોકોને વાયરસની અસર છે તેમના સંપર્કથી બચવુ. હાથોની યોગ્ય સફાઇ કરવી. આંખ, નાક અને મોઢાને સ્પર્સ ન કરવું. છીક અને ખાસતી વખતે મોઢાને અને નાકને ઢાંકવા