33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines વિચિત્ર ટ્રિપલ અકસ્માત : મોડાસા નજીક જીપ બે ઇકો સાથે ભટકાતા જીપ...

વિચિત્ર ટ્રિપલ અકસ્માત : મોડાસા નજીક જીપ બે ઇકો સાથે ભટકાતા જીપ ચાલકનું મોત, એક મહિલા ગંભીર, 8 લોકો ઈજાગ્રસ્ત

0
166

મોડાસા-મેઘરજ રોડ પર 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના સાયરનથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો

નાથાવાસના ઇકો કારમાં પુત્રની સારવાર માટે સાર્વજનિક હોસ્પિટલમાં નીકળેલા પરિવારને અકસ્માત નડ્યો, મૃતક જીપ ચાલક યુવક પણ નાથાવાસ ગામનો

અરવલ્લી જીલ્લામાં પેસેન્જર વાહનચાલકો બેફામ વાહન હંકારી રહ્યા છે ટ્રાફિક પોલીસતંત્ર અને આરટીઓ વિભાગ મૂક પ્રેક્ષક બની રહેતા અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે મોડાસા શહેર નજીક બ્લોક ફેક્ટરી પાસે મેક્સ જીપ અને બે ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા જીપ ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે અન્ય 8 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા-મેઘરજ રોડ પર આવેલી બ્લોક ફેક્ટરી નજીક મેક્સ જીપ ગાડીએ મેઘરજ તરફથી આવતી ઇકો કાર સાથે ધડાકાભેર અથડાતા જીપ ફુંદરડી ખાઈ જતા પાછળ થી આવતી ઇકો કાર સાથે ભટકાતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં જીપ ચાલક સુરેશભાઈ પરથીભાઈ પાંડોરનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઈકોમાં સવાર મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ હતી અકસ્માતના પગલે ત્રણે વાહનમાં મુસાફરી કરતા 8 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડી દીધા હતા અકસ્માતના પગલે દોડી આવેલી પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!