33 C
Ahmedabad
Thursday, April 25, 2024

અમદાવાદ-ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ભાજપના કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં અપાશે ટિકિટ, ટેસ્ટ મેચમાં પ્રથમ વખત તમામ સીટો હશે ફૂલ


આ મેચ નિહાળવા માટે પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ આવી રહ્યા છે. મેચમાં મોટી સંખ્યામાં દર્શકોની સાથે સાથે ભાજપના કાર્યકરો હશે જો કે, ભાજપના કાર્યકરોની વધુ ટિકિટ આપવામાં આવી રહી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આખરી ટેસ્ટ માટે અમદાવાદમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ મેચ જોવા માટે ભાજપના અમદાવાદના તમામ કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવશે તેવી સૂત્રો તરફથી માહિતી મળી હતી. આ મેચ નિહાળવા માટે પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ આવી રહ્યા છે. મેચમાં મોટી સંખ્યામાં દર્શકોની સાથે સાથે ભાજપના કાર્યકરો હશે જો કે, ભાજપના કાર્યકરોની વધુ ટિકિટ આપવામાં આવી રહી છે. 

Advertisement

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી મેચ 9 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ સીરીઝની અંતિમ મેચમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની પણ હાજર રહેવાના છે. સ્ટેડીયમની કેપેસિટી 1.10 લાખની છે. જેના કારણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ જશે. ટેસ્ટ મેચ દરમિયાન પ્રથમ વખત એવું બનશે કે, ગ્રાઉન્ડ પર એક પણ સીટ ખાલી નહીં હોય

Advertisement

ભાજપ સંગઠન મોટેરા સ્ટેડિયમની ટિકિટ તેના તમામ કાર્યકરોને આપશે. શહેરના તમામ ધારાસભ્યો અને કોર્પોરેટરો જેટલા કાર્યકરોને લાવવા માગે છે તે પ્રમાણે ટિકિટનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર દરેક જિલ્લામાંથી પણ 500 કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવશે. પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમ વચ્ચે આ પ્રથમ વખત નજારો હશે કે જ્યાં બન્ને દેશોના પીએમ એક સાથે મોટેરા સ્ટેડીયમમાં મેચ નિહાળતા હશે. બન્ને આ દરમિયાન મેચની કોમેન્ટ્રી કરે તેવી પણ શક્યતાઓ છે.

Advertisement

આ દરમિયાન ક્રિકેટ મેચનો અદભૂત નજારો અમદાવાદમાં મેચ દરમિયાન ટેસ્ટમાં જોવા મળશે. ખિચોખિચ ભરેલા આ ગ્રાઉન્ડમાં દર્શકોની સંખ્યાથી ગ્રાઉન્ડ ગૂંજી ઉઠશે. જો કે, ભાજપના કાર્યકરોની સંખ્યા ખૂબ વધુ હશે.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!