33 C
Ahmedabad
Friday, April 26, 2024

મોડાસાના ગેરેજ માલિકને સાયલન્સરની કિંમતી ધાતુએ ચોર બનાવ્યો : જીનિયસ સ્કૂલ સામેથી ઇકો કારનું સાયલન્સર ચોરનાર યુવક જબ્બે 


 

Advertisement

મોડાસા ટાઉન PI ડી.કે.વાઘેલા અને તેમની ટીમે ઇકો કારનું સાયલન્સર ચોરી જૂનું સાયલન્સર લગાવનાર ગેરેજ ઘરાક યુવકે ગણતરીના કલાકોમાં દબોચી લીધો

Advertisement

ઇકો કારના સાયલન્સરમાં અન્ય કાર કરતા વધુ માત્રામાં માટી હોય છે જેમાં પ્લેટિનમ સહીત અન્ય કિંમતી ધાતુઓ હોય છે ગુજરાતમાં ઇકો કારના સાયલન્સરની ચોરી કરતી અનેક ગેંગ સક્રિય છે ત્યારે મોડાસા શહેરમાં ગેરેજ ધરાવતા યુવકે તેનામાં રહેલી નિપુણતા ચોરીમાં વાપરતા જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે જીનિયસ સ્કૂલ સામે પાર્ક કરેલી ઇકો કારનું સાયલન્સર ગેરેજ ધરાવતા યુવકે ચોરી કરી કાર માલિકને ખબર ન પડે તે માટે અન્ય જૂનું સાયલન્સર લગાવી ફરાર થઇ ગયો હતો જે અંગે ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાતા પોલીસે 24 કલાકમાં સાયલન્સર ચોરી કરનાર યુવકને દબોચી લીધો હતો

Advertisement

Advertisement

મોડાસા શહેરની ફોરમ સીટીમાં રહેતો અને પ્રાંતિજના તખતગઢ કંપાનો પિયુષ જયંતિ પટેલ નામનો યુવક ગેરેજના વ્યવસાય સાથે સંકળાયેલ હોવાથી ઇકો કારના સાયલન્સરમાં કિંમતી ધાતુની માટી 15 થી 17 હજારના ભાવે બજારમાં વેચાણ થતી હોવાથી તેના રહેણાંક વિસ્તારમાં જીનિયસ સ્કૂલના ગ્રાઉન્ડ સામે ઇકો કાર પડી રહેતી હોવાથી ઇકો કારનું સાયલન્સર કાઢી ચોરી કરી તેની જગ્યાએ જૂનું સાયલન્સર ફીટ કરી ફરાર થઇ ગયો હતો ટાઉન પોલીસે ગુન્હો નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી પિયુષ પટેલને સાયલન્સર સાથે ઝડપી પાડી આગવી ઢબે પૂછપરછ કરતા જીનિયસ સ્કૂલ સામે ઇકો કારમાંથી સાયલન્સર ચોરી કરી હોવાનું પોપટની માફક કબૂલી લેતા પોલીસે રૂ.70 હજારની કિંમતના સાયલન્સરનો મુદ્દામાલ રિકવર કરી ગણતરીના કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો સાયલન્સર યુવક ચોર સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!