34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home ગુજરાત મોડાસામાં ટ્રાફિક ડ્રાઈવમાં અધિકારીઓના લાવલશ્કર અને લારી ચાલકો વચ્ચે સંતાકૂકડી ! ‘તુમ...

મોડાસામાં ટ્રાફિક ડ્રાઈવમાં અધિકારીઓના લાવલશ્કર અને લારી ચાલકો વચ્ચે સંતાકૂકડી ! ‘તુમ આગે ચલો હમ તુમ્હારે પીછે હૈ’

0

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે પોલિસ દ્વારા વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી, જેમાં થોડોક સારો પ્રતિસાદ મળ્યો હતો, જોકે તંત્રએ ઢીલુ મુકી દેતા પરિસ્થિતિ ઠેર ને ઠેર જોવા મળી, પણ કેટલીકવાર યોજવામાં આવતી ટ્રાફિક ડ્રાઈવથી અધિકારીઓ અને લારી ચાલકો વચ્ચે સંતાકૂકડીના દ્રશ્યો જરૂરથી જોવા મળે છે, લોકો વાતો કરતા નજરે પડ્યા કે, ‘તુમ આગે ચલો હમ તુમ્હારે પીછે હૈ’

આજથી દોઢ મહિના પહેલા જિલ્લા પોલિસ તંત્ર દ્વારા 1 ફેબ્રુઆરીના રોજ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી, ત્યારબાદ ટાઉન પોલિસ ઘોર નિંદ્રામાં સૂઈ ગયું હોય તેવું લાગતા લારી ચાલકો જૈસે સ્થે સ્થિતિમાં આવી ગયા હતા. ત્યારબાદ જિલ્લા પોલિસ વડા થોડાક દિવસ રજા પર ગયા હતા ત્યારે કોઇ જ પોલિસની વાન એકેય દિવસ જોવા નહીં મળતા લારી ચાલકો જૈસે સ્થે જોવા મળ્યા હતા. કોઇક દિવસ પોલિસ વાન આવતી હતી, પણ જેવી ગઇ કે, તરત જ લારી ચાલકો પાછા પોતાની જગ્યા સંભળી લેતા અને પરિસ્થિતિ ઠેર ને ઠેર થઇ હતી. એક દિવસ નાયબ પોલિસ વડા દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી ત્યાર બાદ પોલિસ કર્મચારીઓએ કામગીરી પર પાણી ફેરવી દીધું હતું.

હવે 21 માર્ચના રોજ લાવલશ્કર લઇને જિલ્લા વહીવટી તંત્ર મોડાસા પ્રાંત અધિકારી, નગર પાલિકા ચિફ ઓફિસર તેમજ ટાઉન પોલિસ ની ટીમ ટ્રાફિક ડ્રાઇવમાં જોડાઈ હતી, જોકે મજાની વાત એ છે કે, લાવલશ્કર સાથે નિકળેવી ટીમ રોડ વચ્ચે ઊભી રહેલા લારીઓ હટાવતી હતી, પાછળ લાવલશ્કરની ગાડીઓ અને પાછળ-પછળા લારી ચાલકોની સંતાકૂકડી જોવા મળી હતી. એવું લાગે કે, કોઇ રેલી હોય જેમાં આગળ આગેવાનો જતાં હોય અને પાછળ સમર્થકો હોય અને તેમાંય અવાજ આવે કે, ‘તુમ આગે ચલો હમ તુમ્હારે પીછે હૈ’

બજારમાં ઉચ્ચ અધિકારીઓ લાવલશ્કર લઇને નિકળ્યા હતા, પણ લોકો મજાક ઉડાવતા રહ્યા કે, આતો કેવી ટ્રાફિક ડ્રાઈવ, અધિકારીઓ ગયા નથી કે ત્યાં તો પાછળ પાછળ ફરીથી લારીઓ પોતાની સ્થિતિ સંભાળી લીધી હતી.

જિલ્લા પોલિસ વડાના માર્ગદર્શન હેઠળ ફેબ્રુઆરી મહિનામાં પ્રથમવાર ટ્રાફિક ડ્રાઈવ મજબૂત રીતે યોજાઈ હતી, પણ ત્યારબાદ થોડાક દિવસ સારી અમલવારી ચાલી, પણ ત્યારબાદ જાણે કામગીરીને કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેવું લાગ્યું હતું. રોજે-રોજ કામગીરી કરવા કરતાં એક નિયમ કડક બનાવી દો, જેથી સંતાકૂકડી જેવા દ્રશ્યો જોવા ન મળે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!