33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત મોડાસા : બસ સ્ટેન્ડમાં ઉભેલી બસમાં આગ લાગતા અફરાતફરી મચી, બસનો આગળનો...

મોડાસા : બસ સ્ટેન્ડમાં ઉભેલી બસમાં આગ લાગતા અફરાતફરી મચી, બસનો આગળનો ભાગ આગ માં ખાખ, કર્મચારીઓમાં દોડધામ 

0
130

 

ઉનાળાની શરૂઆત થવાની સાથે વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરના હંગામી બસ સ્ટેન્ડમાં ઉભી રહેલી બસમાં અગમ્ય કારણોસર આગ લાગતા ઉભેલી બસમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા કર્મચારીઓ ચોકી ઉઠ્યા હતા બસમાં આગ લાગતા કર્મચારીઓ અને ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવતા ડેપોમાં આગ પ્રસરતી અટકી હતી બસમાંથી આગના લબકારા અને ધુમાડાના પગલે બસ સ્ટેન્ડમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સદનસીબે ઉભી રહેલી બસમાં આગ લાગતા જાનહાની ટળી હતી

 

મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલ હંગામી બસ સ્ટેન્ડમાં ઉભી રહેલી બસના આગળના ભાગમાં અચાનક આગ લાગી હતી આગ લાગતા બસ સ્ટેન્ડમાં અફરાતફરી માહોલ જોવા મળ્યો હતો એન્જીનના ભાગમાં લાગેલી આગના પગલે સમગ્ર બસ ધૂમાડાના ગોટેગોટામાં ફેરવાઈ ગઈ હતી બસમાં આગ લગતા ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો આગના પગલે બસનું ડ્રાઇવર કેબીન અને એંજીનનો ભાગ આગમાં સ્વાહા થઇ ગયો હતો બસમાં આગ લાગતા મુસાફરો અને લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!