38 C
Ahmedabad
Wednesday, April 24, 2024

કિસને બનાયા યે મુજસ્સિમા, કિસને બનાયા ? મેઘરજમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની બૂ, રોડની બંન્ને બાજુ ફૂટપાથ કેટલા વર્ષ તો ઠીક, પણ કેટલા કલાક ચાલશે તે સવાલ


જય અમિન/અંકિત ચૌહાણ

પ્રજાના પૈસા પાણીની જેમ વેડફતું તંત્ર, આવું કામ કરશો તો કોનું ભલુ થશે? ધ્યાન કોણ આપશે?

Advertisement

રાજ્ય સરકાર વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરતી હોય છે પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સની મિલી ભગતથી કામોમાં માત્રને માત્ર ભ્રષ્ટાચાર આચરી દેવાય છે અને નાણાં બંન્ને લોકોના ખિસ્સામાં જતા રહે છે અને પ્રજાને કોઈ જબાવ મળતો નથી. ટ્રાયબલ વિસ્તારોમાં સરકાર વિકાસ અર્થે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરતી હોય છે અને કામ થતાં હોય છે પણ આ કામ કેવા હોય છે, કેવા થાય છે તે જોવા માટે કોઈ અધિકારી ફરકતા જ નથી એટલે સ્થાનિક અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ્રર્સ બેફામ બની જતાં હોય છે, જેને લઇને તેમના ખિસ્સા ભરી લે છે.

Advertisement

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં એવા શ્રેષ્ઠ એન્જિનિયર્સ ની દેખરેખ હેઠળ કોન્ટ્રાક્ટ્રર્સ કામ કરી રહ્યા છે કે, વાત જ જવા દો. મેઘરજ માં પ્રવેશ કરતા જ નવીન રોડ બનાવાયો છે, જ્યાં નથી કોઈ લેવલ, નથી કોઈ ગાઈડ લાઈનનું પાલન કે નથી કોઈ ઠેકાણા, એટલું જ નહીં બાજુમાં જે ફૂટપાથ તૈયાર કરાયો છે તે માત્ર ટેન્ડરમાં હશે તે બતાવવા જ બનાવ્યો હોય તેવું લાગે છે. માત્ર પથ્થર ઊભા કરી દેવાયા છે અને સિમેન્ટ પણ પૂરતો ભરવામાં આવ્યો નથી. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંથી પસાર થયા પણ કોઈને કાંઈ દેખાતું જ નથી કે શું તે એક સવાલ છે. સરકાર કરોડો રૂપિયા વિકાસ માટે ફાળવણી કરે છે પણ ભ્રષ્ટ બાબુઓ તેમના મળતિયાઓને કેવી રીતે ફાયદો થાય તે વિચારતા હોય છે, જેથી આવું સરસ કામ મેઘરજના મુખ્ય માર્ગો પર ચાલી રહ્યું છે.

Advertisement

નીચેથી લઇને ઉપર સુધી કોઈ જ અધિકારીઓ ધ્યાન ન આપતા હોવાથી આવી કામગીરી થતી હોવાની પણ રાવ ઉઠવા પામી છે. ત્યારે હવે જોવું રહ્યું કે, તંત્ર આવા કોન્ટ્રાક્ટ્રર્સ સામે કાર્યવાહી કરશે કે પછી ફાઈલ બિલ પાસ કરી દેશે તે સવાલ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!