33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મેઘરજમાં ઇકો સ્પોર્ટ્સ દારૂ ભરેલી કારે બાઈકને અડફેટે લીધી, પોલીસકર્મીઓએ...

અરવલ્લી : મેઘરજમાં ઇકો સ્પોર્ટ્સ દારૂ ભરેલી કારે બાઈકને અડફેટે લીધી, પોલીસકર્મીઓએ કારમાં ભરેલ દારૂ અન્ય કારમાં મૂકી દીધાની ચર્ચા

0
264

અરવલ્લી જીલ્લા SP સંજય ખરાતની પ્રામાણિક છબી બીજીબાજુ ખાખી માં રહેલા બુટલેગરો પોલીસતંત્રની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યા છે

દારૂ ભરેલી કારે યુવકને અડફેટે લેતા યુવકના પિતાએ ત્રણ થી ચાર પોલીસકર્મીઓએ દારૂ અન્ય કારમાં ભરી જતા રહ્યાનો આક્ષેપ કર્યો

અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બુટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવી દારૂ ગુજરાતમાં ઠાલવવા જતા સસ્પેન્ડ થઇ ચુક્યા છે વિદેશી દારૂના વેપલામાં રહેલા અઢળક નફાના પગલે પોલીસ અધિકારીઓ અને કર્મીઓ ખાખીને કલંક લગાવી રહ્યા છે ખાખી વધુ એકવાર બદનામ થઇ હોવાની ચર્ચાએ મેઘરજ પંથકમાં જોર પકડ્યું છે માલપુર તરફથી દારૂ ભરેલી ઇકો સ્પોર્ટ્સ કારે મેઘરજ ગ્રીન ક્રોસ નજીક બાઈક ચાલકે ઉડાવી દેતા કારનું ટાયર ફાટી જતા દારૂ ભરેલી કારને અન્ય સ્થળે ખસેડી બીજી કારમાં દારૂ કટીંગ કરતા ત્રણ શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા દારૂ અન્ય કારમાં ઠાલવનાર ત્રણે પોલીસ કર્મીઓ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે

પ્રાપ્ત માહિતી અનુસાર, મેઘરજ ગ્રીનપાર્ક હોટલ નજીક પસાર થતા બાઈક ચાલકને માલપુર તરફથી આવતી દારૂ ભરેલી ઇકો સ્પોર્ટ્સ કારે ટક્કર મારતા બાઈક ચાલક નીચે પટકાયો હતો કાર ફુલસ્પીડમાં હોવાથી ટાયર ફાટી જતા કાર ચાલકે કાર પંચાલ રોડ પર હંકારી મૂકી હતી કારનું પાયલોટિંગ કરનાર ત્રણ શખ્સો બીજી કાર લઇ પહોંચી કારમાંથી દારૂ ભરી જતા રહ્યા હતા દારૂનું કટિંગ કરનાર અન્ય કોઈ નહીં પણ મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ હોવાનો આક્ષેપ ઈજાગ્રસ્ત યુવકના પિતાએ કર્યો હતો અને અકસ્માત સર્જનાર કારમાં રહેલા દારૂ કટિંગના સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ પણ હોવાનું જણાવ્યું હતું

જીલ્લા પોલીસવડા સંજય ખરાતે શું કહ્યું વાંચો
મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીઓ અકસ્માત સર્જનાર ઇકો સ્પોર્ટ કારમાં રહેલો વિદેશી દારૂ બીજી કારમાં મૂકી ફરાર થઇ ગયા હોવા અંગે ટેલિફોનિક પૂછપરછ કરતા જણાવ્યું હતું કે હાલ તપાસ ચાલુ છે સીસીટીવી રેકોર્ડિંગ પણ ચકાસી રહ્યા છીએ આમાં પોલીસકર્મીની સંડોવણી બહાર જણાશે તો તેની સામે કેસ કરવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!