27 C
Ahmedabad
Thursday, April 25, 2024

દિલ્હીથી બિહાર સુધી લાલુ યાદવના 15 ઠેકાણાઓ પર EDના દરોડા, તેજસ્વી-મીસા અને સંબંધીઓ પણ રડાર પર


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે લેન્ડ ફોર જોબ કૌભાંડમાં મોટી કાર્યવાહી કરી. EDએ દિલ્હી, બિહાર અને યુપીમાં 15 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરોડા લાલુ યાદવ અને તેમના નજીકના લોકોના ઠેકાણાઓ પર પડ્યા છે

Advertisement

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે લેન્ડ ફોર જોબ કૌભાંડમાં મોટી કાર્યવાહી કરી. EDએ દિલ્હી, બિહાર અને યુપીમાં 15 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરોડા લાલુ યાદવ અને તેમના નજીકના લોકોના ઠેકાણાઓ પર પડ્યા છે.

Advertisement

આ પહેલા સીબીઆઈએ આ મામલે લાલુ યાદવ અને રાબડી દેવીની પણ પૂછપરછ કરી હતી.યુપી, બિહાર, મુંબઈ અને દિલ્હીમાં 15-20 સ્થળો પર EDના દરોડા ચાલુ છે. EDએ દિલ્હીમાં ફ્રેન્ડ્સ કોલોનીમાં તેજસ્વી યાદવના ઘર પર પણ દરોડા પાડ્યા છે. પટનામાં આરજેડીના પૂર્વ ધારાસભ્ય અબુ દોજાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. EDએ લાલુ યાદવના વેવાઈ જિતેન્દ્ર યાદવના ગાઝિયાબાદ સ્થિત આવાસ પર દરોડા પાડ્યા છે. લાલુ યાદવની ચોથી પુત્રી રાગિણીના લગ્ન જિતેન્દ્રના પુત્ર રાહુલ સાથે થયા છે. લાલુ યાદવની પુત્રી ચંદા અને હેમા પર પણ દરોડા ચાલુ છે. અબ્દુલ દોજાનાના નજીકના ગણાતા સીએ આરએસ નાઈકના સ્થાનો પર પણ રાંચીમાં EDના દરોડા પડ્યા છે. EDની ટીમ લાલુની પુત્રી મીસા પાસે પણ પહોંચી છે.

Advertisement

2024માં ભાજપનો સફાયો થઈ જશે – RJD
EDની કાર્યવાહી પર આરજેડીના પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ કહ્યું કે, ભાજપે લોકશાહીમાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે. રાજનીતિ હેઠળ કેન્દ્રીય એજન્સીઓ તરફથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. 2024માં ભાજપનો સફાયો થઈ જશે. કાલે ભાજપ વિપક્ષમાં બેસશે, પછી સીબીઆઈ અને ઈડી પોતપોતાની જગ્યાએ પહોંચી જશે.

Advertisement

લાલુ અને રાબડીની પૂછપરછ
આ પહેલા સીબીઆઈએ સોમવારે પટનામાં રાબડી દેવીના ઘરે તેમની પૂછપરછ કરી હતી. બીજા દિવસે સીબીઆઈની ટીમ દિલ્હીમાં મીસા ભારતીના ઘરે પહોંચી હતી. અહીં CBIએ લાલુ યાદવની કેટલાય કલાકો સુધી પૂછપરછ કરી. લાલુ યાદવ હાલ દિલ્હીમાં મીસા ભારતીના ઘરે રોકાયા છે.

Advertisement

શું છે લેન્ડ ફોર જોબ કૌભાંડ?
લેન્ડ ફોર જોબ કૌભાંડનો આ મામલો 14 વર્ષ જૂનો છે. તે સમયે લાલુ યાદવ રેલવે મંત્રી હતા. એવો દાવો કરવામાં આવે છે કે લાલુ યાદવે જ્યારે તેઓ રેલ્વે મંત્રી હતા ત્યારે લોકોને રેલ્વેમાં નોકરી આપવાને બદલે જમીન લખાવી લીધી હતી. જણાવી દઈએ કે લાલુ યાદવ 2004 થી 2009 સુધી રેલ્વે મંત્રી હતા.

Advertisement

લાલુ યાદવ અને પરિવારે જમીનના બદલામાં 7 ઉમેદવારોને નોકરી આપી હોવાનો આક્ષેપ છે. આમાંથી પાંચ જમીન વેચાઈ હતી, જ્યારે બે જમીન ભેટમાં આપવામાં આવી હતી.

Advertisement

15 માર્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવશે
તાજેતરમાં જ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે લેન્ડ ફોર જોબ કૌભાંડ મામલે લાલુ યાદવના પરિવારને સમન્સ જારી કર્યા છે. આ કેસમાં લાલુ યાદવ, રાબડી દેવી અને તેમની પુત્રી મીસા ભારતીને 15 માર્ચે કોર્ટમાં હાજર થવાનું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!