30 C
Ahmedabad
Saturday, June 10, 2023

સુરત: રત્નકલાકારને ફ્લેટ પર બોલાવી યુવતી સાથે અશ્લીલ ફોટા-વીડિયો બનાવી 5 લાખ માગ્યા, મહિલા સહિત 5ની ધરપકડ


પરંતુ વારંવાર ફોન આવતા તેઓ ઉધના ખાતે મળવા ગયા હતા. જ્યાં આરોપી જિતુ શિવશક્તિ એપાર્ટમેન્ટમાં 8માં માળે તેનું ફ્લેટ છે તેમ કહી ચા-પાણીના બહાને લઈ ગયો હતો.

Advertisement
સુરતમાં ફરી એક વાર હનીટ્રેપની ઘટના બની છે. મહિલા સહિત 5 જણાંની ટોળકીએ મહિધરપુરામાં રહેતા રત્નકલાકારને હનીટ્રેપમાં ફસાવી રૂ.70 હજારની રકમ પડાવી હતી. આ મામલે રત્નકલાકારે ફરિયાદ નોંધાવતા ઉધના પોલીસે કાર્યવાહી કરી ઠગ ટોળકીને પકડી પાડી છે. પોલીસે હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

માહિતી મુજબ, મહિધરપુરામાં રહેતા રત્નકલાકાર છ મહિના પહેલા પત્ની સાથે પલસાણાથી ઘરે આવતા હતા. દરમિયાન એક પેટ્રોલ પંપ પર આરોપીએ પેટ્રોલ આપીને મોબાઇલ નંબર મેળવ્યો હતો. ત્યાર બાદ આરોપી જિતુએ રત્નકલાકારને ફોન કરી મળવા બોલાવ્યા હતા. જો કે, પહેલા રત્નકલાકારે ના પાડી હતી, પરંતુ વારંવાર ફોન આવતા તેઓ ઉધના ખાતે મળવા ગયા હતા. જ્યાં આરોપી જિતુ શિવશક્તિ એપાર્ટમેન્ટમાં 8માં માળે તેનું ફ્લેટ છે તેમ કહી ચા-પાણીના બહાને લઈ ગયો હતો.

Advertisement

ફ્લેટમાં એક છોકરી સાથે અશ્લીલ ફોટા અને વીડિયો બનાવ્યા

Advertisement

ફ્લેટમાં ગયા બાદ જિતુએ દરવાજો બંધ કર્યો હતો. ફ્લેટમાં એક યુવતી પણ હતી. ત્યાર બાદ અચાનક ફ્લેટમાં 4 અન્ય લોકો આવ્યા જેમણે પોતાની ઓળખ પોલીસ તરીકે બતાવી હતી. દરમિયાન બે ઈસમોએ રત્નકલાકારના હાથમાં હથકડી બાંધી બેડ પર પાડી દીધા હતા અને પછી યુવતી સાથે અશ્લીલ ફોટા અને વીડિયો બનાવી બ્લેકમેલ કરી રૂ. 5 લાખની માગ કરી હતી. જો કે, 2 લાખ નક્કી કરી માર પણ માર્યો હતો. મિત્ર પાસે રૂપિયા માંગવા માટે રત્નકલાકારને દબાણ કર્યું હતું. મિત્ર પાસેથી રૂ.50 હજાર અને પત્નીના ક્રેડિટ કાર્ડથી રૂ.18,999 ડેબિટ કરાવ્યા હતા. આ મામલે રત્નકાલાકારે પોલીસ ફરિયાદ કરતા ઉધના પોલીસે કાર્યવાહી કરી આરોપી જિતુ ઉર્ફે જિતેન્દ્ર શર્મા, રાજેશ ઉર્ફે રાજ પાટીલ, સુનિલ સૂર્યવંશી, જગેશ્વર ઉર્ફે રાજા ચૌધરી અને સૂમા મિનાજ મહેબૂબ શેખની ધરપકડ કરી છે.

Advertisement

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!