ભિલોડા જન સેવા સંધ સંચાલિત એન.આર.એ વિદ્યાલય પરિસરમાં આનંદ ઉલ્લાસભેર ત્રિ-વિધ કાર્યક્રમ યોજાયો હતો.વય નિવૃત્ત શિક્ષકો, સેવક અને ધોરણ – 10 અને 12 માં અભ્યાસ કરતા પરીક્ષાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો.
જન સેવા સંધના સંચાલક મંડળના ટ્રસ્ટીઓ ગિરીશભાઈ ઉપાધ્યાય,રોહિતભાઈ ત્રિવેદી,કમલેશભાઈ મહેતા,સતિષભાઈ જોષી,ભરતભાઈ ત્રિવેદી,હર્ષદભાઈ ત્રિવેદી સામાજીક કાર્યકરો રામઅવતાર શર્મા,દક્ષકુમાર ત્રિવેદી,કલ્પેશભાઈ ત્રિવેદી,જીતભાઈ ત્રિવેદી,ભરતભાઈ પટેલ,કનુભાઈ ખત્રી સહિત સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વય નિવૃત્ત શિક્ષક મુકેશભાઈ સી.ત્રિવેદી,એસ.કે.પટેલ,એસ.એન.પટેલ,આઈ.એમ.પટેલ સહિત સેવક ભુરજીભાઈ બલાતના વિદાય સમારંભ નિમિત્તે વય નિવૃત્ત શિક્ષકો,સેવક ને હુલહાર પહેરાવી,શાલ ઓઢાડી,મોમેન્ટો આપી,સન્માનભેર વિદાય અપાઈ હતી.એન.આર.એ વિદ્યાલય આચાર્ય સહિત સ્ટાફ પરીવારે ત્રિ-વિધ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.