38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ વિદેશી છોકરીના નામે શામળાજીના શિક્ષક પાસેથી સાયબર ચિટરે 2.66 લાખ ખંખેરી લીધા...

વિદેશી છોકરીના નામે શામળાજીના શિક્ષક પાસેથી સાયબર ચિટરે 2.66 લાખ ખંખેરી લીધા : શિક્ષકે સાયબર ક્રાઈમની મદદ લીધી 

0
149

 

સોશિયલ મીડિયાના લીધી સાયબર ક્રાઈમમાં વધારો થયો છે સાયબર ગેંગ સોશ્યલ મીડિયાના માધ્યમ થકી મિત્રતા કેળવી ભોગ બનનાર પાસેથી લાખ્ખો રૂપિયા ખંખેરી લઈ ‘કસ્ટમ્સ ફ્રોડ’ આચરવામાં આવતો હોવાની અનેક ઘટનાઓ પછી પણ શિક્ષિત અને વ્યાવસાયિક પુરુષો મહિલાની મિત્રતામાં લાખ્ખો રૂપિયા ગુમાવી રહ્યા છે

 

શામળાજી નજીક શામળપુર એકલવ્ય મોડલ રેસિડેન્સિલ સ્કૂલના શિક્ષકને વોટ્સઅપ પર લંડનની મહિલાના નામે મિત્રતા કેળવી અમદાવાદ દાગીના ડિઝાઇન જોવા આવવાનું જણાવી બીજા દિવસે મુંબઈ એરપોર્ટ પર પહોંચી તેની પાસે ત્રણ લાખ પાઉંડનો ચેક હોવાથી કસ્ટમ અધિકારીએ પકડી હોવાની વાત કરી 2.66 લાખ રૂપિયા ખંખેરી લઇ મોબાઈલ સ્વીચ ઓફ કરી દેતા શિક્ષક ઠગાઈનો ભોગ બનતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન અરજી કરતા શામળાજી પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

શામળાજી નજીક આવેલ શામળપુર એકલવ્ય મોડલ રેસીડેન્સી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અર્જુનસિંહ ધનજીભાઈ સીસોદીયાને થોડા દિવસ અગાઉ વોટ્સઅપ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવતા તેમને મેસેજ કરનાર વ્યક્તિને કોણ છે પુછતા લંડનની મહિલા હોવાનું જણાવી મિત્રતા કેળવી હતી શિક્ષક સાયબર ચીટરની ઝાળમાં સપડાતા વિદેશી મહિલાએ અમદાવાદ દાગીનાની ડિઝાઇન જોવા માટે આવી રહી હોવાનું અને ફ્લાઇટ ટિકિટ બુક કરાવી દઈ ફોટા મોકલી બીજા દિવસે મુંબઈ એરપોર્ટ પર આવી ગઈ હોવાનું અને તેની પાસે ત્રણ લાખ પાઉંડનો ચેક હોવાથી કસ્ટમ ઓફિસરે પકડી છે જણાવી કસ્ટમ ઓફિસર બની એક વ્યક્તિએ શિક્ષકને ફોન કરતા લાલચમાં આવી ગયેલા શિક્ષક પાસેથી ક્લિયરન્સ, સર્ટિફિકેટ અને ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરવાની કહી તબક્કાવાર મુંબઈની સેન્ટ્રલ બેંકના ખાતામાં 2.66 લાખ રૂપિયા પડાવી લીધા પછી મહિલા અને કસ્ટમ અધિકારીનો મોબાઈલ બંધ થઇ જતા શિક્ષકને કોઠીમાં મોઢું નાખી રોવાનો વારો આવ્યો હતો શિક્ષકને તેની સાથે વિદેશી મહિલાના નામે આબાદ ઠગાઈ થઇ હોવાનો અહેસાસ થતા શામળાજી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!