37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ અરવલ્લી : મોડાસા શ્રી જે.બી.શાહ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં રંગારંગ વાર્ષિકોત્સવની ઉજવણી,ભૂલકાંઓએ સાંસ્કૃતિક...

અરવલ્લી : મોડાસા શ્રી જે.બી.શાહ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં રંગારંગ વાર્ષિકોત્સવની ઉજવણી,ભૂલકાંઓએ સાંસ્કૃતિક કૃતિઓથી મન મોહ્યું

0
239

મોડાસા શહેરની અગ્રણી શૈક્ષણિક સંસ્થા ધ.મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી જે.બી.શાહ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ અને શ્રી એમ.જી.શાહ પ્રાયમરી વિભાગનો વાર્ષિકોત્સ કોલેજના ભામાશા હોલમાં યોજાયો હતો જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા વાર્ષિકોત્સવમાં શૈક્ષણિક અગ્રણીઓ મંડળના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા

મોડાસા કોલેજ કેમ્પસમાં આવેલી શ્રી જે.બી.શાહ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ અને શ્રી એમ.જી.શાહ પ્રાયમરી વિભાગના રંગારંગ વાર્ષિકોત્સવની ઉજવણી ભામાશા હોલમાં કરવામાં આવી હતી જેમાં મંડળના પ્રમુખ નવીનચંદ્ર.આર.મોદી, મામલતદાર મિત્તલબેન પટેલ, સમીર ભાઈ પટેલ, જીલ્લા ડાયટ અધિકારી એન.ડી.પટેલ, પ્રભારી મંત્રી પરેશ.બી મહેતા અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા

 

સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો એ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી તેમનામાં સુસુપ્ત અવસ્થામાં રહેલી પ્રતિભાના દર્શન કરાવ્યા હતા વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી માટે પ્રિન્સિપલ દિપક.એન.મોદી અને તેમના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી વાર્ષિકોત્સવમાં હાજર રહેલા બાળકોના વાલીઓએ મંડળ અને શૈક્ષણિક સ્ટાફની સરાહના કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!