38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ બુટલેગરોને બૂમ પડાવતી સાબરકાંઠા LCB: આડા હાથરોલની સીમમાંથી i10 કાર સાથે 44,075...

બુટલેગરોને બૂમ પડાવતી સાબરકાંઠા LCB: આડા હાથરોલની સીમમાંથી i10 કાર સાથે 44,075 / વિદેશી દારૂ ઝડપ્યો,બુટલેગર ફરાર

0
268

બાતમીના આધારે Lcb એ 475 નંગ વિદેશી દારૂની બીયરની બોટલ તેમજ i10 કાર સહિત 3,74,075 ના મુદ્દા- માલ કબજે કર્યો

ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અડાહાથ રોડ ગામની સીમમાંથી સાબરકાંઠા એલસીબી ની ટીમે કાળીડુંગરી તરફથી દારૂ ભરીને આવતી i10 કારમાં થી 44,075 રૂપિયાની કિંમતની 475 નંગ વિદેશી બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂ ભરીને આવેલો કારચાલક નાસી છૂટ્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં બુટલેગરો દારૂ ગુસાડવા સતત પ્રયત્નશીલ રહે છે ત્યારે પોલીસ પોતાના હાથ લંબાવીને બુટલેગરોની ગરદન સુધી પહોંચી જાય છે અને દારૂ ગુસાડવા જેવી નાપાક કોશિશોને નાકામયાબ કરે છે.
મળતી વિગત મુજબ સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાન થી ભિલોડા બોર્ડર થઈ હ્યુન્ડાઇ કંપનીની i10 ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ગાંભોઈ તરફ આવવાની છે જે બાતમીના આધારે પોલીસે આડાહાથરોલ ગામની સીમમાં નાકાબંધી કરી હતી. ત્યારે કાળીડુંગરી તરફથી બાતમી આધારે આવતી i10 કાર નંબર GJ 01 RK 4633 નો કારચાલક પોલીસ નાકાબંધી જોઈને ત્યાંથી નાસી છટ્યો હતો ત્યારે પોલીસે ગાડીની અંદર તપાસ કરતા 475 નંગ વિદેશી બીયરની બોટલો મળી આવી હતી. આ સમગ્ર મામલે લોકલ ક્રાઈમ બ્રાન્ચે નાસીછૂટેલા ચાલક વિરોધ ગાંભોઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!