33 C
Ahmedabad
Thursday, March 28, 2024

મોહનથાળ vs ચિકી- બોલો અંબે માત કી  જય


લેખક-મહેન્દ્ર બગડા

Advertisement

સૌરાષ્ટ્રમાં અમે નાના હતા ત્યારે દરેક બાળક નવરાત્રીમાં પોતાના ધર પાસે એક નાની ગરબી બનાવતો. શેરીના ચોકમાં વડિલો મોટી ગરીબ બનાવતા, બાળકો પોતાની નાની ગરબી અચુક બનાવતા. સૌ પ્રથમ અંબા માતા સાથેની આસ્થા ત્યારથી જોડાઈ. વાધ પર સવારી કરી રહેલા માં અઁબાનો પહેલો ફોટો વ્હોરાજીની દુકાનેથી લઈને આવ્યા અને લુહારી કામના હુન્નર ધરાવતા અમારા ગામમાં ત્યારે ગરીબીની વચ્ચે અંબે માત કી જય, એવુ લખેલુ ગોળ ગોળ ફર્યા કરતુ.

Advertisement

જરી ચોંટાડેલા વાધ પર અંબામાની ભવ્ય મુર્તી છેલ્લા ચાર દિવસથી સતત તરવરી રહી છે અને તે પણ ઉત્તરાયણના દિવસે ખવાતી ચિકીના કારણે. છેલ્લા કેટલાક દિવસથી અંબાજીમાં પ્રસાદ તરીકે મોહનથાળ હટાવી ચીકી ઘુસાડી દીધાનો જે વિવાદ છે તેના કારણે આ આર્ટીકલ લખવાનુ બન્યુ.

Advertisement

ચિકી પણ સારી જ છે, મુન્નાભાઈ એમબીબીએસમાં ડો. અસ્થાનાની બેબીનુ ઉપનામ ચિકી છે. રેલ્વેમાં અધિકારી એવા રાજુભાઈની લાડકી દિકરી ઉન્નતીનુ નામ પણ ચિકી છે અને રાજકોટમાં ચિકીના મસમોટા કારખાનાઓ છે. આ ચિકીએ ક્યારેય વિચાર્યુ નહી હોય કે અમૃતકાળમાં તેના નામે માં અઁબાના આરાધ્યધામમાં વિવાદ થશે.

Advertisement

ચિકી જો વિચારી શકતી હોત અને તેને જો નિર્ણય કરવાનો હોત તો ચિકિએ સ્વેચ્છાપુર્વક અઁબાધામથી હટી ફરી રાજકોટમાં આવી ગઈ હોત. પરંતુ આ નિર્ણય સરકારી બ્યુરોક્રેટ અને તેમની કોઈ કમિટી કરતી હશે એટલે હજુ પણ ચિકી વીવાદ ચાલુ છે.

Advertisement

મોહનથાળ એ વિશ્વની સૌથી પ્રાચિન લેખિત રેસીપી છે. હાલ યુ ટ્યુબ પર રોજ દોઢસો કરોડ લોકો ખાવાની વાનગીઓ સર્ચ કરે છે. તેમા રેસીપી , રેસીપીને રેસીપીની વણજાર છે પરંતુ દૂનિયાની ઉત્પતીની પ્રથમ લેખિત રેસીપી કોઈ હોય તો તે મોહનથાળ છે. તેના નામમાં જે મોહન આવે છે તે રાધાજીના પ્રિય, રુક્ષ્મણીજીના પતિદેવ અને મિરા સહિતની કરોડો સ્ત્રીઓના ડ્રિમબોય ભગવાન શ્રીકૃષ્ણને અતિપ્રિય એવી વાનગી એટલે મોહનથાળ.

Advertisement

માતા જશોદાએ કાનજીને ભાવે એ માટે ગાયના શુધ્ધ ધીમાંથી આ રેસીપી બનાવી છે. ચણાનો લોટ અને સાકર અને ધીનુ મીશ્રણ કરી મોમાં આંગળા ચાટી જઈએ તેવી મિઠાઈ બને. આ મોહનથાળ મોહન ઉર્ફે રણછોડ, ઉર્ફે કાનજી ઉર્ફે ભગવાનશ્રી કૃષ્ણને અતિપ્રિય. અંબાધામમાં પેઢીઓથી પ્રસાદ તરીકે મોહનથાળનો પ્રસાદ આપવામાં આવે છે. કોઈ દૈવિક કારણોસર કે પછી સોશિયલ મિડિયામાં આવે છે તેમ કોઈ ચિકીવાળાના દબાણવશ આ નિર્ણયને ફેરવવામાં આવ્યો છે.( ખાસ નોંધ-હુ રહુ છું સાવરકુંડલા, અને અંબાજી મારા ધરથી ઘણુ છેટુ એટલે કે દુર આવ્યુ છે. આ સેટીંગવાળીને ચિકીવાળાની મિલીભગત અને રુપિયા 25 કરોડોના પ્રસાદમાં ભ્રષ્ટાચાર વગેરે સોશિયલ મિડિયામાં વાંચેલી વાતો છે. સદંતર ખોટી હોઈ શકે.આ બાબતે કોઈ એ ખોટી માથાકુટ કરવી નહી)
ખેર, ચિકી વિવાદ પહેલા સ્થાનીક છાપાઓ, પછી સ્થાનીક ડીજીટલ મિડિયા અને ત્યાર બાદ પ્રાદેશીક મિડિયા અને પછી તો દિલ્હીની ચેનલો સુધી પહોંચી ગઈ છે.  મુળ વાત એ છે કે ભક્તોની ઈચ્છા મોહનથાળ ખાવીની છે તે ભાઈ ખવડાવોને, મંદિરમાં આવેલ ભક્ત બ્યુરોક્રેટના નિર્ણયના કારણે નિરાશ થાય તેવુ ન કરવ જોઈએ. આ માત્ર સુજાવ છે હો.
બાકી અંબા માતાને ચિકી ખાતો ભક્ત અને મહોનથાળ આરોગતો ભક્ત બંને પ્રિય અને વ્હાલો જ હોવાનો.

Advertisement

અમે રહીએ સૌરાષ્ટ્રમાં. અમે લોકો સોમનાથ, ચોટિલી, સત્તાધાર, બગદાણા, ભવનાથ, મુહવા ભવાની માતાનુ મંદિર, ધેલા સોમનાથ , ગઢડા સ્વામીનારાયણ મંદિર, સાળંગપુર અને ચલાલા દાનબાપુની જગ્યાથી ખુબ ફેમિલિયર. જ્યારે શ્યામળાજી, અઁબાજી, ડાકોર વગેરે થોડુ દુર થઈ જાય. એટલે ત્યાંની સ્થીતીની અમને જાજી ખબર ના પડે પરંતુ આ વિવાદના અંત તુરંત આવવો જોઈએ. ભક્તોને રાઝી રાખવા જોઈએ. જો આ સરકારના હસ્તકનો હોય તો તુરંત આનો નિવારણ કરવુ જોઈએ.

Advertisement

સી.આર.પાટીલ સર અને મુખ્યપ્રધાને રસ લઈ ભક્તોની તરફેણ કરવી જોઈએ. હજુ  હમણા જ આ શ્રધ્ધાળુઓએ ખોબલે ખોબલે મત આપી 156 સીટ તાસકમાં ધરી દીધી છે. આ લોકો બીજુ તો કંઈ ખાસ નથી માંગતા, જુની પરંપરા ચાલુ રહે તેવુ ઈચ્છે છે.

Advertisement

બીજુ એક પારિવારીક જૈન મિત્રનો સહેજ ચિંતાના સુરમાં ફોન આવ્યો કે આ અમૃતકાળમાં મહુડિમાં સુખડીને બદલે સક્કરપારા કે સાબુદાણાની કોઈ આઈટમ તો નહી ચાલુ કરે ને…મે આશ્વવત કર્યો કે સન 1052 પછી પ્રથમ વખત કંઈક અંશે શ્રાવકો સત્તાની નજીક અથવા તો સત્તા પર બિરાજમાન છે, ચિતા કરોમાં અને ભગવાન શ્રી મહાવિર પર આસ્થા રાખો.
અમે નાના હતા ત્યારે મોડી રાત્રે મોટા ભાગના બાળકો કાં તો સુઈ ગયા હોય અથવા બીજે રમવા જતા રહ્યાં  હોય. જેમણે ગરબી કરી હોય તે એકલો અથવા તો એકાદ જણ સાથે હોય અને ગરબી ઉંચકી મોટા મોટા અવાજે બોલે…બોલ અઁબે માતકી જય…..

Advertisement

નોંધ- લેખક પ્રસિધ્ધ ટીવી જર્નાલીસ્ટ અને ટીવીના સૌથી લોકપ્રિય કાર્યક્રમ ભાઈ ભાઈના એન્કર છે.
પ્રતિભાવ માટે  9909941536 પર વોટ્સએપ કરી શકો છો. પોઝીટીવ પ્રતિભાવ જ સ્વીકાર્ય છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!