30.4 C
Gujarat
Saturday, August 22, 2026
Home HeadLines ભાઈની હત્યાનું દુઃખને પાછું પોલીસ મોટા ભાઈ અને તેના પિતરાઈ ભાઈ ઉઠાવી...

ભાઈની હત્યાનું દુઃખને પાછું પોલીસ મોટા ભાઈ અને તેના પિતરાઈ ભાઈ ઉઠાવી જઈ પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ, જુઓ VIDEO

0
223

અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર અને વિવાદ એક બીજાના પર્યાય બની રહેતા હોય તેવી સતત ઘટનાઓ બની રહી છે માલપુર તાલુકાના મેવાડા ગામની સીમમાંથી યુવકની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા માલપુર પોલીસ સહીત જીલ્લા પોલીસતંત્ર દોડતું થયું હતું પોલીસે મૃતક યુવકની હત્યા ભાભી સાથેના આડા સંબંધમાં તેના મોટા ભાઈ કરી હોવાની આશંકાએ મોટા ભાઈ અને બે પિતરાઈ ભાઈઓને મોડાસા ઉઠાવી જઈ પટ્ટા વડે માર માર્યો હોવાના આક્ષેપથી ભારે સનસનાટી ફેલાઈ હતી જો કે પોલીસે યુવકની હત્યામાં ગામના અન્ય 6 લોકો સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

મેઘરજ તાલુકાના નાથવાસ ગામના દિનેશ ડામોર નામના યુવકની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા માલપુર પોલીસે મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી માલપુર પોલીસ સહીત જીલ્લા પોલીસ તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસે મૃતક યુવકના મોટા ભાઈ ચીમનભાઈ ખાતુભાઇ ડામોર અને તેમના બે પિતરાઈ ભાઈને માલપુર અને મોડાસા લઇ જઈ પટ્ટા વડે માર મારી તારી પત્ની સાથે આડા સબંધ હોવાથી હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાનો આક્ષેપ કરતા મૃતકનો મોટા ભાઈ તેના બંને પિતરાઈ ભાઈ સહીત પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને પોલીસે પટ્ટા વડે માર માર્યો હોવાનો આક્ષેપ કરતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!