26 C
Ahmedabad
Saturday, April 20, 2024

બોર્ડના પરીક્ષાર્થીઓની પરીક્ષા કરતુ વીજતંત્ર : મોડાસામાં બોર્ડની પરીક્ષા ટાણે રવિવારે રાત્રે 1 કલાકથી વધુ સમય વીજળી ડૂલ થતા લોકોમાં રોષ


મોડાસા શહેરમાં વીજતંત્રની ઘોર બેદરકારીથી બોર્ડના વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થતા હોવાનો અહેસાસ અનુભવતા વાલીઓ

Advertisement

મોડાસા શહેરમાં વીજતંત્ર મેઇન્ટેનન્સના નામે વીજ પુરવઠો ખોરવી નાખવામાં આવે છે વીજતંત્ર મેઇન્ટેનન્સ કરે છે તો ક્યાં કરે છે અને કયા પ્રકારનું મેન્ટેનન્સ કરે છે…!! જેવા પ્રશ્નો નગરજનોમાં ચર્ચાઈ રહ્યા છે મોડાસા શહેરમાં બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે રવિવારે રાત્રે 1 કલાકથી વધુ સમય વીજળી ડૂલ થતા પરીક્ષાની તૈયારીમાં ગંભીર અસર પડી હતી બોર્ડની પરીક્ષા ટાણે વીજળી ડૂલ થતા વિદ્યાર્થીઓ સહીત લોકોમાં ભારે રોષ ફેલાયો હતો વીજકચેરી પર સતત વાલીઓએ લાઈટ ક્યારે આવશે પૂછવા માટે ફોન રણક્યા હતા

Advertisement

મોડાસા શહેરમાં રવિવારે રાત્રે 10 વાગ્યાના સુમારે ફીડરમાં ફોલ્ટ સર્જાતા અચાનક વીજળી ડૂલ થઇ જતા બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ 1 કલાકથી વધુ સમય લાઈટથી વંચિત રહેવું પડતું તૈયારી ટાણે હાલાકી અનુભવવી પડી હતી બોર્ડ પરીક્ષાના ગણતરીના કલાકો પહેલા વીજળી ડૂલ થતા વિદ્યાર્થીઓએ મોબાઈલ લાઈટ અને મીણબત્તીનો સહારો લેવાની નોબત આવી હતી મોડી રાત્રે લાઈટનો પુરવઠો પૂર્વરત થતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો રવિવારે રાત્રે વીજળી ડૂલ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો

Advertisement

મોડાસા જીઇબીનો હેલ્પલાઈન મોબાઈલ નંબર અને લેન્ડલાઈન નંબર પર ચિંતિત વાલીઓએ ફોનનો મારો ચલાવતા બંને નંબર સતત વ્યસ્ત બન્યા હતા હેલ્પલાઈન નંબર પરથી લોકોને ફીડરમાં ફોલ્ટ સર્જાયો હોવાનો જવાબ મળતા અનેક લોકોએ વીજ તંત્ર દ્વારા વીજકાપ કરી કરવામાં આવતા મેઇન્ટેનન્સની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!