30.5 C
Gujarat
Saturday, August 22, 2026
Home HeadLines 14મી માર્ચથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે અરવલ્લી...

14મી માર્ચથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે અરવલ્લી જિલ્લા તંત્ર સજ્જ

0
175

ભયમુક્ત વાતાવરણમાં વિધ્યાર્થીઓ પરીક્ષા આપે અને કારકીર્દીના સોપાનો સર કરે તેવી શુભકામનાઓ: જિલ્લા શિક્ષણા અધિકારી

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14 માર્ચથી શરૂ થવાની છે. આ બોર્ડની પરીક્ષામાં જિલ્લાના એકંદરે 33973 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં ધોરણ 10માં 19776 વિધાર્થીઓ, ધોરણ -12 (સામાન્ય પ્રવાહ ) 12213 વિદ્યાર્થીઓ,ધોરણ -12(વિજ્ઞાન પ્રવાહ ) 1984 વિદ્યાર્થીઓ સહિત એકંદરે કુલ 33973 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેમાં 26 એસ. એસ. સી ના કેન્દ્રો, 13 એચ. એસ. સી (સામાન્ય પ્રવાહ )ના કેન્દ્રો,અને એચ. એસ. સી (વિજ્ઞાન પ્રવાહ )ના 2 કેન્દ્રો એમ કુલ 41 કેન્દ્રો ઉપર બોર્ડની પરીક્ષા યોજાશે.

આ અનુસંધાને જિલ્લા શિક્ષણાઅધિકારીશ્રી એ જણાવ્યું, શાળાના સંચાલકોને તેમજ અન્ય વિભાગ જેવા કે વીજ વિભાગ, આરોગ્ય વિભાગ, બસ સુવિધા તેમજ પોલીસ વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લા શિક્ષણા અધિકારી શ્રી એ વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરિક્ષા આપી શકે તે માટે માર્ગદર્શન અને સૂચનો આપ્યા. આ સાથે જ પરીક્ષાને એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે અને વિધ્યાર્થીઓ કારકીર્દીના સોપાનો સર કરે તેવી શુભકામનાઓ આપી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!