29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : બાયડ નજીક ચેઈનસ્નેચીંગ કરવા જતા પ્રાંતિજનો ચેઇન સ્નેચર હાઈસ્પીડ બાઈક...

અરવલ્લી : બાયડ નજીક ચેઈનસ્નેચીંગ કરવા જતા પ્રાંતિજનો ચેઇન સ્નેચર હાઈસ્પીડ બાઈક પરથી પટકાતા લોકોએ મેથી પાક આપ્યો

0
199

બાયડ-દહેગામ હાઈવે ઉપર આવેલ છાપરીયા ગામની સીમમાં પતિ-પત્ની લગ્ન પતાવી નેપોતાના ઘરે આવવા નિકળ્યા હતા ત્યારે તકનો લાભ લઈને ઉભેલો બાઈક સવાર પત્નીના ગળામાથી સોનાનો દોરો તોડી ભાગી જવાના પ્રયત્ન કરતો હતો પરંતુ તેની બાઈકસ્લીપ ખાઈ જતા બાઈકસ્નેચર ઝડપાઈ ગયો હતો.

બાયડ પોલીસ સ્ટેશનના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ છાપરીયા ગીતાબેન ભગવાનભાઈ પટેલ સાંજના સુમારે મોટર સાયક્લ લઈને ઘરે આવવા નિકળેલ હતા ત્યારે ગીતાબેન મોટર સાયકલમાં પાછળ બેઠયા હતા ત્યારે અમરગઢ થી છાપરીયા ગામતરફ આવવા નિકળેલ હતા ત્યારે છાપરીયા ગામના પીકઅપ સ્ટેન્ડે પહોંચ્યા ત્યારે ચેન સ્નેચર તકનો લાભ લઈ ગીતાબેન ગળામાંથી અંદાજીત ૨૦ ગ્રામનો સોનાનો દોરોતોડી ને ભાગી જવાની કોશિષ કરતો હતો પરંતુ એકા એક બાઇક પર થી પડી જતા બાઈક સ્નેચર ઘટના સ્થળે ઝડપાઈ ગયો હતો. ત્યાં જોર જોર થી બુમો પાડતા હતા રસ્તા નજીકમાં આવેલ ખેતરમાંથી માણસો દોડી આવ્યા હતા બાઇક પરથી ગીતાબેન પડી જવાના કારણે શરીરના ભાગે ઈજાઓ પહોંચતા ૧૦૮ દ્વારા મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચોરસ્નેચર ને ભાથીજીબાપુજી મકવાણા (રહે પ્રાંતીજ જી.સાબરકાંઠા) યામાહા કંપનીનું એફઝેડ મોડલનું બાઈક ઝડપી પાડ્યો હતો. ચેન ચેન્ચર ને બાયડ પોલીસે ને સોપ્યો હતો પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હીતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!