30.2 C
Gujarat
Saturday, August 22, 2026
Home ક્રાઇમ બાઈક ચોર CCTV કેમેરામાં કેદ : મોડાસાના બસ પોર્ટ નજીક ગેલેક્ષી કોમ્પ્લેક્ષ...

બાઈક ચોર CCTV કેમેરામાં કેદ : મોડાસાના બસ પોર્ટ નજીક ગેલેક્ષી કોમ્પ્લેક્ષ આગળ પાર્ક કરેલી બાઈક ચોર બિંદાસ્ત ચોરી કરી ફરાર

0
185

અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બાઈક ચોરીની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે મોડાસા શહેરમાં લીઓ પોલીસ ચોકી ની નજીક આવેલા ગેલેક્ષી કોમ્પ્લેક્ષમાં દુકાન આગળ પાર્ક કરેલી બાઈક ચોરી કરતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો બાઈક ચોરીની ઘટનાના પગલે પોલીસ દોડતી થઇ હતી.

મોડાસા શહેરના નવીન બસ પોર્ટથી 200 મીટર દૂર આવેલ ગેલેક્ષી કોમ્પ્લેક્ષ આગળ મોબાઈલની દુકાન બહાર પાર્ક કરેલી બાઈક ધોળેદહાડે બાઈક ચોર બિન્દાસ્ત બાઈક ચોરી કરીને ફરાર થઇ જતા બાઈક ગુમ થતા માલિક બેબાકળો બન્યો હતો બાઈક ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી જેમાં બાઈક ચોર મોઢા પર રૂમાલ બાંધેલો જોવા મળે છે દુકાન આગળ પાર્ક કરેલી બાઈક ચોર જાણે બાઈક તેની માલિકીની હોય તે રીતે સિફતપૂર્વક ચોરી કરી રવાના થઇ ગયો હતો બાઈક ચોરી થતા બાઈક માલિકે પોલીસને જાણ કરવા તજવીજ હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!