36 C
Ahmedabad
Friday, March 29, 2024

અરવલ્લીમાં એક વિદ્યાર્થિની પરીક્ષાથી વંચિત, દીકરીઓને ભણાવવાના તાયફા વચ્ચે કોઈ પૂછવા ગયું ખરું?


સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12 બૉર્ડની પરીક્ષાઓ 14 માર્ચથી શરૂ થઈ ગઈ છે, શિક્ષણ વિભાગના અધિકારીઓ હોય કે પછી અન્ય લોકો, વિદ્યાર્થીઓને આવકારવા અને શુભેચ્છાઓ પાઠવવા દોટ લગાવી હતી વચ્ચે એક એવી લાગણી ફૂટીને બહાર આવી છે જે લાગણી અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગના ગાલે તમાચો હશે. કારણ કે, દીકરીઓને ભણાવવાના તાયફા વચ્ચે એક દીકરી થોડીક મોડી પહોંચતા તે પરીક્ષાના પ્રથમ પેપરથી આપવાથી વંચિત રહી ગઈ, જો કોઈ અધિકારી અથવા તો માલેતુજાર નું બાળક હોત તો શું પરીક્ષાથી વંચિત રહેતું તે એક સવાલ છે.

Advertisement

પરીક્ષા આપવા માટે પહોંચેલી વિદ્યાર્થિની સમયસર પહોંચી હતી કે નહીં તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી કારણ કે, વિદ્યાર્થિની ગભરાઈ ગયેલી હતી જેથી તે કેટલા વાગ્યે પહોંચી તેની પાસે યોગ્ય જવાબ નહોતો પણ જો વિદ્યાર્થિની સમયસર પહોંચી હતી કે નહીં તે તપાસનો વિષય છે, કારણ કે, આજે એક વિષય નું પેપર ન આપતા તેણ મુંઝવણમાં મુકાઈ ગઈ હતી.

Advertisement

પ્રાપ્ત મહિતી મુજબ વિદ્યાર્થિની મોડાસા તાલુકાના પાલનપુર મુકામેથી મોડાસા કેળવણી મંડળની સ્કૂલમાં ધોરણ 10 ની પરીક્ષા આપવા આવી હતી, તેની માતા નથી અને ઘરે કામકાજ કરીને પરીક્ષા આપવા પહોંચી હતી પણ વર્ગ શોધવામાં તેનો સમય વેડફાયો હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ હતી. આ સમગ્ર મામલે હવે વિદ્યાર્થિની કેટલાવાગ્યે પહોંચી તે અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગે તપાસ કરવી જોઈએ, જેથી આવા વિદ્યાર્થીઓનું જીવન ન બગડે.

Advertisement


શું કહ્યું જિલ્લા શિક્ષણાધિકારી અંજનાબહેન ચૌધરીએ, વાંચો

મેરા ગુજરાત સાથે ટેલિફોનિક વાતચીતમાં અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી અંજનાબહેન ચૌધરીએ જણાવ્યું કે, શિક્ષણ વિભાગની ગાઈડ લાઈન મુજબ જો કોઈ પરીક્ષાર્થી 30 મિનીટમાં શાળામાં પહોંચે છે જે-તે પરીક્ષાર્થી ને પરીક્ષામાં બેસવા દેવાય છે, પણ તેનાથી વધારે મોડા પહોંચે છે તો પરીક્ષામાં બેસવા દેવામાં આવતા નથી. તો બીજી બાજુ સંસ્થાએ પણ જણાવ્યું હતું કે, વિદ્યાર્થિની ચાળીસ મિનીટ મોડી પહોંચી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!