MGએ તાજેતરમાં તેની EV કાર કોમેટ EVનું અનાવરણ કર્યું હતું. હવે તેના લોન્ચિંગની વિગતો સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કાર એપ્રિલમાં લોન્ચ થઈ શકે છે. આ કાર સિંગલ ફુલ ચાર્જમાં 300 કિલોમીટર સુધી ચાલશે. કારમાં 20-25kWh ક્ષમતાનું બેટરી પેક આપી શકાય છે. જે 68hp પાવર જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે.
10 લાખથી ઓછી કિંમત
જાણકારી અનુસાર, ભારતની બહાર કંપનીએ આ કારને Wuling Airના નામથી લોન્ચ કરી છે. ભારતીય કાર બજાર અનુસાર તેની કિંમત 10 લાખથી ઓછી રાખવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં, કંપનીએ તેના લોન્ચની તારીખ નક્કી કરી નથી. અગાઉ, કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ ચાબાએ કહ્યું હતું કે કંપની બીજા ક્વાર્ટર પછી તેની ઇલેક્ટ્રિક કાર રજૂ કરશે. કારને MG બ્રાન્ડિંગ હેઠળ ચાર્જિંગ પોર્ટ, ડ્યુઅલ-ટોન બમ્પર, વર્ટિકલી સ્ટેક્ડ હેડલેમ્પ્સ, LED DRL ઈન્ટિગ્રેટેડ ટર્ન ઈન્ડિકેટર્સ મળશે.
5 રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે કાર
આ કાર સફેદ, વાદળી, પીળો, ગુલાબી અને લીલા સહિત કુલ 5 રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ થશે. કારમાં એલોય વ્હીલ વિન્ડો લાઇન અને બોડી પર કેરેક્ટર લાઇન મળશે. કારમાં કુલ ત્રણ ગેટ હશે, બે સાઇડ ગેટ અને પાછળના ભાગમાં ટેલગેટ હશે. આ કારની લંબાઈ 2.9 મીટર છે અને તેનું વ્હીલબેઝ 2010mm છે. કારમાં 10.25 ઇંચની સ્ક્રીન આપવામાં આવશે. આ કારમાં કનેક્ટેડ કાર ટેક્નોલોજી, ડ્યુઅલ ટોન ઈન્ટિરિયર્સ, વોઈસ કમાન્ડ, વાયરલેસ એપલ કાર પ્લે અને એન્ડ્રોઈડ ઓટો અને સનરૂફ જેવી સુવિધાઓ હશે.