Oppo Find N2 Flip: સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ ઓપ્પોએ તેનો પહેલો ફ્લિપ-સ્ટાઈલ ફોન – Find N2 ફ્લિપ લોન્ચ કર્યો છે. આ ફોન MediaTek Dimensity 9000+ SoC સાથે આવે છે. Oppo Find N2 ફ્લિપની શરૂઆતની કિંમત 89,999 રૂપિયા રાખવામાં આવી છે. તેની કોમ્પિટિશન Galaxy Z4 Flip જેવા ફોન સાથે છે. કસ્ટમર 17 માર્ચ 2023થી આ ડિવાઇસ ખરીદી શકશે. ફાઇન્ડ N2 ફ્લિપનું મૂળભૂત ફોર્મ ફેક્ટર Galaxy Z Flip 4 જેવું જ છે. Oppoએ આ ફ્લિપ-સ્ટાઈલ ફોનમાં અત્યાર સુધીનું સૌથી મોટું કવર ડિસ્પ્લે આપ્યું છે. આ મોટું કવર ડિસ્પ્લે છે જે આ ડિવાઇસને અન્ય સ્માર્ટફોનથી અલગ બનાવે છે.
કેશબેક અને એક્સચેન્જ ઓફર્સ
યુઝર્સ HDFC, ICICI બેંક, SBI કાર્ડ્સ, કોટક બેંક, IDFC ફર્સ્ટ બેંક, HDB ફાયનાન્સિયલ સર્વિસીસ, વન કાર્ડ અને એમેક્સનો ઉપયોગ કરીને રૂપિયા 5000 કેશબેક મેળવી શકે છે. આ સાથે કસ્ટમરને 9 મહિના સુધી નો-કોસ્ટ EMIનો બેનિફિટ પણ મળશે. તેવી જ રીતે, યુઝર્સ જૂના Oppo સ્માર્ટફોનને એક્સચેન્જ કરીને રૂપિયા 5,000નું લોયલ્ટી બોનસ પણ મેળવી શકે છે. જો કે, નોન-ઓપ્પો સ્માર્ટફોનના કિસ્સામાં, તમને ફક્ત 2,000 રૂપિયા સુધીનો બેનિફિટ મળશે.
ડિવાઇસ સ્પેશિફિકેશન
આ ફોન એસ્ટ્રલ બ્લેક અને મૂનલીટ પર્પલ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફાઇન્ડ N2 ફ્લિપ 1Hzથી 120Hz સુધીના વેરિયેબલ રિફ્રેશ રેટ (LTPO) સપોર્ટ સાથે 6.8-ઇંચની પ્રાઇમરી ફોલ્ડેબલ સ્ક્રીન સાથે આવે છે. તેવી જ રીતે, ડિવાઇસમાં 3.62-ઇંચનું કવર ડિસ્પ્લે છે અને બંને પેનલ OLED ટેક્નોલોજી સાથે આવે છે.
Find N2 ફ્લિપનું ભારતીય વેરિઅન્ટ સિંગલ મેમરી કન્ફિગરેશનમાં આવે છે, જેમાં 8GB LPDDR5 RAM અને 256GB UFS 3.1 સ્ટોરેજ છે. ડિવાઇસમાં 5G નેટવર્ક સપોર્ટ સાથે ડ્યુઅલ નેનો સિમ કાર્ડ સ્લોટ પણ છે. તેમાં 50MP પ્રાઇમરી કેમેરા અને 8MP અલ્ટ્રા-વાઇડ કેમેરા છે. ઉપરાંત પંચ હોલ કટઆઉટની અંદર 32MP સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.
ડિવાઇસમાં 4,300mAh બેટરી છે જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોન એન્ડ્રોઇડ 13-આધારિત ColorOS 13 સ્કિન સાથે આવે છે. Wi-Fi 6, 5G અને બ્લૂટૂથ 5.2 માટે સપોર્ટ છે, અને ડિવાઇસ 17 5G NR બેન્ડને સપોર્ટ કરે છે.