29.8 C
Gujarat
Tuesday, July 28, 2026
Home બિઝનેસ મધ્ય પૂર્વમાં શાંતિથી સોના-ચાંદીમાં ચમક, ભાવમાં તેજી

મધ્ય પૂર્વમાં શાંતિથી સોના-ચાંદીમાં ચમક, ભાવમાં તેજી

0
2

મુંબઈના વાયદા બજારમાં સોમવારે સોના અને ચાંદીના પ્રારંભિક કારોબારમાં મજબૂત તેજી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર બંને કિંમતી ધાતુઓમાં 1% સુધીનો ઉછાળો નોંધાયો છે. વૈશ્વિક પરિબળો અને ડૉલર ઇન્ડેક્સમાં નબળાઈને કારણે કિંમતો વધી છે.

સવારે 9:45 વાગ્યે સોનું 907 રૂપિયા (0.63%) વધીને 1,44,013 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. કારોબાર દરમિયાન સોનાએ નીચામાં 1,43,575 રૂપિયા અને ઊંચામાં 1,44,111 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી સ્પર્શી હતી.

હાલમાં ચાંદી 2,066 રૂપિયા (0.93%)ના ઉછાળા સાથે 2,24,204 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. કારોબાર દરમિયાન ચાંદીએ નીચામાં 2,23,500 રૂપિયા અને ઊંચામાં 2,24,632 રૂપિયા પ્રતિ કિલોનો ઉચ્ચતમ સ્તર સ્પર્શ્યો હતો.

વૈશ્વિક સ્તરે સોનું 0.47% વધીને 4,090 ડૉલર પ્રતિ ઓન્સ અને ચાંદી 0.95% મજબૂત થઈને 59 ડૉલર પ્રતિ ઓન્સ પર જોવા મળી હતી. ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડો: અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ઓછો થતાં ડૉલર ઇન્ડેક્સ 0.5% ઘટીને 101.03 પર આવી ગયો છે, જેને કારણે કિંમતી ધાતુઓને વેગ મળ્યો છે.

ક્રૂડ ઓઈલના ભાવ ગગડ્યા: મધ્ય પૂર્વમાં તણાવ ઘટવાના કારણે ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 4.23% ઘટીને 87.80 ડૉલર પ્રતિ બેરલ અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ 4.80% ઘટીને 85.20 ડૉલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!