27.1 C
Gujarat
Monday, September 14, 2026
Home ક્રાઇમ અરવલ્લી : LCBએ 2.66 લાખ દારૂ ભરેલી કારનો ફિલ્મીઢબે 15 કિમી પીછો...

અરવલ્લી : LCBએ 2.66 લાખ દારૂ ભરેલી કારનો ફિલ્મીઢબે 15 કિમી પીછો કરી ધનસુરા ગામમાં બિનવારસી હાલતમાં ઝડપી, બુટલેગરો ગુમ

0

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર પ્રોહીબીશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસે ચાંદ ટેકરી રેલવે ફાટક નજીક દારૂ ભરેલી કારને અટકાવવાનો પ્રયાસ કરતા બુટલેગરે કાર ફિલ્મી સ્પીડે હંકારી મુકતા પોલીસે 15 કિમી સુધી ફિલ્મીઢબે પીછો કરી ધનસુરા ગામમાં બુટલેગરો હાંફી જતા કાર મૂકી ફરાર થઇ જતા પોલીસે કારમાંથી 2.66 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી ચકમો આપનાર બુટલેગરોની શોધખોળ હાથધરી હતી

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસા-ધનસુરા રોડ પર પેટ્રોલિંગ હાથધરતા મોડાસા તરફથી વિદેશી દારૂ ભરેલી ઔરા કાર ધનસુરા તરફ આવી રહી હોવાની બાતમી મળતા ચાંદ ટેકરી નજીક રેલવે ફાટક પાસે નાકાબંધી કરી દારૂ ભરેલી કારને અટકાવવાનો પ્રયાસ કરતા બુટલેગરે કાર હંકારી મુકતા પોલીસે પીછો કરતા મોડાસા-ધનસુરા રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા બુટલેગરો ધનસુરા ગામમાં રસ્તો ભૂલી જતા રહેણાંક મકાનો આવી જતા કાર મૂકી હવામાં ઓગળી ગયા હતા પીછો કરતી પોલીસે કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-783 કીં.રૂ.266800/- અને કાર મળી કુલ રૂ.7.66 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર અજાણ્યા બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!