37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : કોલેજીયન યુવકોની KTM સ્પોર્ટ્સ બાઈકને પીકઅપ ડાલાએ અડફેટે લેતા ત્રણ...

અરવલ્લી : કોલેજીયન યુવકોની KTM સ્પોર્ટ્સ બાઈકને પીકઅપ ડાલાએ અડફેટે લેતા ત્રણ યુવકો ઈજાગ્રસ્ત,108 એમ્બ્યુલન્સ ઇજાગ્રસ્તોની વ્હારે

0
160

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં કોલેજ રોડ પર આવેલી સિમરન સોસાયટી નજીક પસાર થતી હાઈસ્પીડ બાઈકને પીકઅપ ડાલાના ચાલકે અડફેટે લેતા બાઈક સવાર ત્રણ કોલેજીયન્સ યુવક ઈજાગ્રસ્ત થતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા અકસ્માતના પગલે ટોળેટોળા ઉમટ્યા હતા બોર્ડ પેપર છૂટવાના સમયે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ સર્જાયો હતો

મોડાસા-ધનસુરા રોડ પર કોલેજ નજીક કેટીએમ બાઈક પર ધનસુરા તરફ જતા ત્રણ યુવકોની બાઈકને પીકઅપ ડાલાએ ટક્કર મારતા બાઈક સવાર ધનસુરાના નિકુંજ ભરતભાઈ પટેલ (ઉં.વર્ષ-22),સોનીકંપા માં રહેતો હેત વિનોદ પટેલ (ઉં.વર્ષ-18) અને રોહીત સંજયભાઈ પટેલ (ઉં.વર્ષ-19) નામના યુવકો રોડ પર પટકાતા ત્રણે યુવકો લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત થતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ 108 ઈમરન્જસી એમ્બ્યુલન્સને જાણ કરતા તાબડતોડ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ત્રણે યુવકોને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!