38 C
Ahmedabad
Thursday, April 25, 2024

મોડાસા : નગરપાલિકા વેરા વસુલાત માટે શખ્ત બની,ફોરમસીટીમાં દુકાન ખાલી કરાવી સીલ માર્યું,અન્ય એક દુકાન સીલ,બે મિલકતનું પાણી બંધ


મોડાસા નગરપાલિકા તંત્ર દ્વારા ટેક્ષ નહીં ભરનાર રીઢા બાકીદારો સામે ઇન્ચાર્જ ટેક્ષ સુપ્રિટેન્ડેન્ટ અને તેમની ટીમે કડક કાર્યવાહીના ભાગરૂપે ગુરુવારે માલપુર રોડ પર ફોરમસીટી કોમ્પ્લેક્ષમાં ફર્નિચરની દુકાન ખાલી કરાવી દુકાન સીલ કરી દીધી હતી ગોપીવલ્લભ કોમ્પ્લેક્ષમાં એક દુકાનને સીલ મારી દેવામાં આવ્યું છે બાલાપીર વિસ્તારમાં બે મિલકતના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા નગરપાલિકા તંત્રની શખ્ત કાર્યવાહીના પગલે બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે નગરપાલિકાની શખ્ત કાર્યવાહીથી વેરો ભરવા બાકીદારોએ દોટ લગાવી હતી

Advertisement

મોડાસા નગરપાલિકા વેરા વસુલાત કચેરી બાકીદારો માટે શનિ અને રવિવારે પણ ખુલ્લી રાખવામાં આવી હતી તંત્ર દ્વારા છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી રૂ.10 હજાર કે તેથી વધુનો વેરો નહીં ભરનાર 500 થી વધુ બાકીદારોની મિલકત સીલ કરવા વેરા વસુલાત ટીમ દોડાદોડી કરી રહી છે ઇન્ચાર્જ વેરા વસુલાત અધિકારી અને તેમની ટીમે 18 થી વધુ દુકાનો સીલ કરી છે અને 10 જેટલી મિલકતોના નળ કનેક્શન કાપી પાણી બંધ કરી દેવામાં આવ્યું છે દુકાન સીલ કર્યા પછી નોટિસ લગાવવામાં આવી છે જેમાં લેખિત નિયત મર્યાદામાં વેરો નહીં ભરાય તો મિલકત જપ્તી સહીત કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની નોટીસ ચોંટાડવામાં આવી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!