34 C
Ahmedabad
Friday, April 19, 2024

સાબરકાંઠા : વિજયનગર ના ટીટારણ ગામની નલ સે જલ યોજનાનું સુરસુરિયું…!!


સાવ રેઢા મૂકી દીધેલા હેન્ડપંપ ઉપર પાણી માટે કતારો લગાવવા છતાં પૂરતું પાણી મળતું નથી

Advertisement

સવારથી જ પીવાના પાણીની શોધમાં મહિલાઓ સીમાડાઓ ખૂંદી વળે છે

Advertisement

વિજયનગર તાલુકામાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની બૂમો ઉઠી રહી છે,કાયમી સુખ કાજે સરકારે કરેલી નલ સે જલ યોજનાઓમાં પણ લોકોની તરસ છીપાવવા જેટલું ય પાણી નળમાં આવતું ન હોઈ અને આ યોજનાનું સુરસુરીયું થઈ જ્યાં આજે ટિટારણ ગામની મહિલાઓને ફરીથી માથે બેડા લેવાના દિવસો શરૂ થઈ ગયા છે.

Advertisement

અંદાજે 1500 ની વસતિ ધરાવતા ટીટારણ ગામને નલ સે જલ યોજનામાં આવરી લઈ પાઇપ લાઈન અને નળ પણ નખાઈ ગયા પણ આ નળમાં પાણી ન આવતા મહિલાઓને ફરીથી માથે બેડા લઈ સવારથી જ પાણી માટે સીમમાં રઝળપાટ કરવી પડે છે.એક સમયના અછતના વખતના હેન્ડપંપ રેઢા મૂકી દીધા હતા પણ હવે એ જ હેન્ડપમ્પો ઉપર મહિલાઓ બેડાં લઈ કતારો લગાવી પાણી મળે એની રાહમાં ઉભી રહે છે.

Advertisement

ટિટારણ ઉપરાંત અન્ય ગામોની નલ સે જલ યોજનામાં લોકોને પાણી મળે છે કે કેમ.એ પણ તપાસનો વિષય છે.આ યોજના સારી છે અને સરકારનો આશય પણ સારો છે આમછતાં આ યોજનામાં.જે પાઇપ લાઈનો. નખાય છે એ લાખોની રકમનું કામ સાવ તકલાદી થતા ઘણા કિસ્સામાં તો પાઇપ. લાઈનમાં પાણી નાખતા પહેલા જ પ્રથમ ચોમસામાં જમીનની ઉપર ખુલ્લી થઈને પડી હોય છે.યોજનાવાળા કોન્ટ્રાકટર કે.પંચાયત એકવાર આ કામ પૂરું કરીને છુટ્ટા થઈ જાય પણ લોકોને આ યોજના કેવીક ચાલે છે એ કોઈ જોતું નથી. કાળઝાળ ઉનાળો આગળ આવી રહ્યો છે ત્યારે સંબંધિત વિભાગે ગામડાઓની આ અવદશા તરફ નજર કરવાનો સમય હવે પાકી ગયો છે એમ લોકો માની રહયા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!