38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : શામળાજી પોલીસે ટ્રકમાંથી 10.26 લાખનો અને કારમાંથી 82 હજારનો દારૂ...

અરવલ્લી : શામળાજી પોલીસે ટ્રકમાંથી 10.26 લાખનો અને કારમાંથી 82 હજારનો દારૂ ઝડપ્યો, કારમાં અમદાવાદના પ્રશાંતે દારૂ મંગાવ્યો હતો

0
263

 

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પરથી રાજસ્થાન તરફથી આવતી ટ્રક અને કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી બુટલેગરોની ખેપ નિષ્ફ્ળ બનાવી હતી ટાટા ટ્રકમાંથી 696 પેટી વિદેશી દારૂ ઝડપ્યો હતો ટ્રક ચાલક ખેપિયો ફરાર થઇ ગયો હતો રાજસ્થાનના ઠેકા પરથી કારમાં વિદેશી દારૂ ભરી અમદાવાદ રબારી કોલોનીમાં રહેતા પ્રશાંત ચૌહાણ નામના બુટલેગરનો દારૂ શામળાજી પોલીસે ઝડપી પાડી કાર ચાલક બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

શામળાજી પીએસઆઈ વી.વી.પટેલ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી બાતમીના આધારે ટ્રક અને કારમાંથી કલાકોમાં લાખ્ખો રૂપિયાનો દારૂ ઝડપ્યો હતો રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતા ટ્રકને અટકાવતા ટ્રક ચાલક ટ્રક રોડ પર મૂકી ફરાર થઈ જતા પોલીસે ટ્રકની તલાસી લેતા ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-3552 કીં.રૂ.1026528/- તથા ટ્રક મળી કુલ.રૂ.18.26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

શામળાજી પોલીસને રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની બાતમી મળતા પોલીસે નાકાબંધી કરી બાતમી આધારીત એસ-ક્રોસ કાર આવતા અટકાવી કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારુની બોટલ નંગ-150 કીં.રૂ.82050/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક રાવતારામ પુરખારામ જાટ (રહે,પાદરડી ખુર્દ,જાટો કી ધાની-બાડમેર,રાજ) ને દબોચી લઇ વિદેશી દારૂ,મોબાઈલ-2 અને કાર મળી રૂ.3.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કારમાં વિદેશી દારૂ ભરી આપનાર અને દારૂ મંગાવનાર પ્રશાંત ચૌહાણ (રહે,રાજકોટ હાલ રહે,રબારી કોલોની-અમદાવાદ) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!