33 C
Ahmedabad
Tuesday, April 23, 2024

અરવલ્લી : બાયડ પોલીસે દેરોલી ગામના ગોડાઉનમાં ચોરી કરનાર બે આરોપીને કપડવંજ પંથકમાંથી 1.49 લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા


બાયડ નજીક ભાણેજા ચોકડી દેરોલી નજીક પાન-મસાલાના હોલસેલ વેપારીના ગોડાઉનમાં ત્રાટકી 6 વિમલની બોરીની ચોરી કરનાર કપડવંજ તાલુકાના બે આરોપીઓને પોલીસે દબોચી લઇ 1.49 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરી ઘરફોડ ચોરીનો મુખિયા કપડવંજ વડાલીના નંદુ ઉર્ફે રાહુલ પટેલને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા બાયડ પોલીસે ગણતરીના દિવસોમાં ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

Advertisement

બાયડ પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે ભાણેજા ચોકડી દેરોલી નજીક ચેતન મારવાડી નામના વેપારીના પાન-મસાલાની દુકાનમાંથી રૂ.1.49 લાખથી વધુની કિંમતની વિમલની બોરી નંગ-6ની ચોરી થતા સીસીટીવી કેમેરા રેકોર્ડિંગનું એનાલીસીસ કરી પોકેટકોપ અને ફેસટેગર એપ્લિકેશનની મદદથી ઘરફોડ ચોરીમાં કપડવંજ તાલુકાનો નંદુ ઉર્ફે રાહુલ જેઠા પટેલ અને તેનો સાગરીત જણાતા બાતમીદારો સક્રિય કરી ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ મુકેશ મણી પરમાર (રહે,વડાલી-કપડવંજ) અને ચોરીનો મુદ્દામાલ રાખનાર વેદાંગ કમલેશ પટેલ (રહે,તોરણા-કપડવંજ)ને દબોચી લઇ ચોરીનો પુરેપુરો મુદ્દામાલ રિકવર કરી બંને આરોપીઓને જેલમાં ધકેલી દઈ ઘરફોડ ચોરી કરનાર કુખ્યાત નંદુ ઉર્ફે રાહુલ પટેલને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!