36 C
Ahmedabad
Friday, March 29, 2024

ભારે પવન સાથે ધોધમાર કરાનો વરસાદ : અરવલ્લીના ખેડૂતો પર પડતા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાયો, ઉભા પાકનો સોથ વળી ગયો,ખેડૂતો લાચાર


બરફના મોટા મોટા કરા પડતા લોકોએ કરા હાથમાં લઇ ફોટો પાડી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યા હતા

Advertisement

બરફના કરા પડતા લોકોએ સોશ્યલ મીડિયામાં કાશ્મીરનો અહેસાસ અનુભવ્યો બીજીબાજુ ખેડૂતો કુદરતનો કહેરનો ભોગ બન્યાની પોસ્ટ કરી

Advertisement

ઉનાળાની શરૂઆત ખેડૂતો માટે આફતરૂપ બની રહી છે રાજ્યમાં ઠેર ઠેર બે દિવસથી કમોસમી વરસાદ થતા ચોમાસા જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે અરવલ્લી જીલ્લામાં છેલ્લા બે દિવસ વાદળછાયું વાતાવરણ સર્જાયા પછી મોડાસા તાલુકાના ટીંટોઈ, દધાલિયા, ઉમેદપુર સહીત પંથકમાં ભારે પવન સાથે ધોધમાર કરાનો વરસાદ થતા ખેતરમાં ઉભા તૈયાર પાકનો સોથ વળી જતા ખેડૂતોના હાથમાં આવેલ કોળિયો છીનવાયો છે ભિલોડા તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી હતી

Advertisement

અરવલ્લી જીલ્લામાં છુટાછવાયા વરસાદી ઝાપટા સાથે મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી બજારોમાં અને રસ્તાઓ પર નદીઓની માફક પાણી વહેવા લાગ્યું હતું ભારે પવન સાથે સાંબેલાધાર વરસાદથી ખેતરો તળાવમાં ફેરવાતા ખેતરમાં ઉભા ઘઉં સહીત પાકનો કચ્ચરઘાણ નીકળી જતા ખેડૂત પરિવારો રીતસર હેબતાઈ ગયા છે સતત કમોસમી વરસાદે ખેડૂતોના મહામુલા પાકને નષ્ટ કરી દેતા ખેડૂતો દેવાના ડુંગર નીચે દટાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું છે ખેડૂત અને તેનો પરિવાર મોંઘાદાટ બિયારણ, જંતુનાશક દવાઓ દિવસ-રાત કાળી મજૂરી કરી પાક લણવા ટાણે કુદરત રૂઠતા ખેડૂતોને ખર્ચ માથે પડતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે સરકાર દ્વારા કમોસમી માવઠાનો ભોગ બનેલ વિસ્તારમાં ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરાવી યોગ્ય વળતર ચુકવવામાં આવેની માંગ કરી રહ્યા છે

Advertisement

ભિલોડા પંથકમાં ફાગણમાં અષાઢી માહોલની જેમ તોફાની વરસાદ ખાબકતા ખેતીને વ્યાપક નુકશાન થયું છે ભારે પવનના પગલે વીજળી ડૂલ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!