મોડાસા તાલુકાના ગોખરવા સહીત આજુબાજુના દસથી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે ત્રણ મહિનાથી દીપડા અને તેના પરિવારે આતંક મચાવ્યો છે સતત પશુઓનું મારણ કરતા પશુપાલકોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે ગોખરવા ગામના રહેણાંક વિસ્તાર નજીક ખેતરમાં દીપડાએ વાછરડાનું મારણ કરતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે વન વિભાગ તંત્ર પંથકમાં દેખાદેતા દીપડા અને તેના પરિવારને પાંજરે પુરાવામાં ઉદાસીનતા દાખવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે
મોડાસા તાલુકાના ગોખરવા ગામમાં દીપડાના આંટાફેરા થી ખેડૂતો રાત્રે ખેતરમાં રાતવાસો કરતા ડર અનુભવી રહ્યા છે ગુરુવારે રાત્રે વીરાભાઇ ભીખાભાઇ વણકરના ખેતરમાં દીપડાએ ત્રાટકી ખેતરમાં બાંધેલ વાછરડાનું મારણ કરી મીજબાની માણી ફરાર થઇ ગયો હતો ખેડૂત ખેતરે પહોંચતા વાછરડાનું મારણ જોઈ ચોંકી ઉઠ્યો હતો ખેતરમાં બાળ પશુનું મારણ થતા ખેડૂત પરિવાર ફફડી ઉઠ્યો હતો અને દીપડાને પાંજરે પુરવામાં આવે તેમજ વનવિભાગ તંત્ર દ્વારા પશુનું દીપડાએ મારણ કરતા સહાય ચૂકવવામાં આવેની માંગ કરી હતી
મોડાસા તાલુકાના બોલુન્દ્રા,ભાટકોટા,સરડોઇ, ગોખરવા, ગઢડા રામેશ્વર કંપા,લાલપુર સહીત આજુબાજુના ગામડાઓમાં દીપડાઓના સમૂહને કારણે ગ્રામજનો માં ભય ફેલાયો છે,બાળકો શાળાએ ચાલતા જતા હોવાની સાથે ખેડૂતો અને તેમનો પરિવાર ખેતી કામે જવું પડતું હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે વહેલી તકે દીપડાને પકડવામાં આવેની ગ્રામજનોમાં માંગ ઉઠી છે.