35 C
Ahmedabad
Saturday, April 20, 2024

BREAKING : માલપુર કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ ખાંટ સસ્પેન્ડ, વીરપુર નજીક કેમિકલ ભરેલું વાહન ઠલવાતા લોકોનો માર પણ ખાધો હતો


SP સંજય ખરાતની શખ્ત કાર્યવાહી કેમિકલ ભરેલ વાહનમાંથી ઝડપાયેલ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધો

Advertisement

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાત સ્વચ્છ છબી અને માનવતા વાદી અભિગમથી લોકોમાં પોલીસતંત્રની મહદંશે ખરડાયેલી છબીને બદલી રહ્યા છે બીજીબાજુ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મીઓ બે નંબરી આવક મેળવવા અસામાજીક તત્ત્વો સાથે ભળી કાયદાનું રક્ષણ કરવાના બદલે ભક્ષણ કરી રહ્યા છે

Advertisement

માલપુર પોલીસ સ્ટેશનમાં સરકારી વાહન ચલાવતા ડ્રાઇવરની કાળી કરતૂત બહાર આવી હતી જેમાં કેમિકલ ભરેલું વાહન મહીસાગર જીલ્લાના વીરપુર નજીક સલામત રીતે ઠાલવવા ડ્રાઇવર સાથે વાહનમાં ગોઠવાઈ ગયો હતો અને વાહનમાં ભરેલ ઝેરી કેમિકલ ઠાલવવાની ફિરાકમાં રહેલ પોલીસકર્મી અને વાહનના ડ્રાઈવરને લોકોએ ઝડપી પાડી મેથી પાક આપ્યો હતો માલપુર પોલીસકર્મીની સંડોવણી બહાર આવતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો હતો જીલ્લા પોલીસવડા સંજય ખરાતે જીલ્લા પોલીસતંત્રને કાળો ધબ્બો લગાવનાર ભુપેન્દ્રસિંહ રામસિંહ ખાંટને સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે.

Advertisement

સમાચારની કોપી કરવની નહીં.. મેરા ગુજરાત

અમદાવાદથી ઔધોગિક એકમમાંથી ઝેરી કેમિકલ ભરેલ વાહનો માલપુર,બાયડ અને મહીસાગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક સમયથી ઠાલવવાનું સુનિયોજીત કૌભાંડ ચાલતું હતું ગામલોકો પણ ઝેરી કેમિકલ ઠાલવતા લોકોની વોચ ગોઠવી હતી ત્યારે વીરપુર તાલુકાના ચીખલી ગામ નજીક ઝેરી કેમિકલ ઠાલવવાની ફિરાકમાં રહેલા ડ્રાઈવર અને માલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભુપેન્દ્રસિંહ રામસિંહ ખાંટને લોકોએ રંગે હાથે ઝડપી પાડી બંનેને લોકોએ ઢોર માર માર્યો હતો ઝેરી કેમિકલ સંડોવણીમાં પોલીસકર્મીને માર પડતા સમગ્ર મામલો ગુંજતો ગુંજતો અરવલ્લી જીલ્લા પોલીસ કચેરીમાં પહોંચતા સમગ્ર મામલે તપાસ હાથધરી પોલીસકર્મીની કાળી કરતૂત બહાર આવતા તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!